Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

માર્સેલસ ઈન્‍વેસ્‍ટમેન્‍ટ મેનેજર્સે કવોન્‍ટ ફંડ મેરીટર કયૂ લોન્‍ચ કર્યું

(કેતન ખત્રી), અમદાવાદઃ ઈન્‍ડિયાની લીડિંગ પોર્ટફોલિયો મેનેજમેન્‍ટ કંપની, માર્સેલસ ઈન્‍વેસ્‍ટમેન્‍ટ મેનેજર્સ પ્રાઇવેટ લિમિટેડ એ રિટેઇલ ઈન્‍વેસ્‍ટર્સને શ્રેષ્‍ઠ રિસ્‍ક- એડજસ્‍ટેડ રિટર્ન્‍સ આપવા માટે ડિઝાઈન કરવામાં આવેલ એક અનોખો ક્‍વોન્‍ટ આધારિત ફંડ માર્સેલસ મેરીટરકયુ લોન્‍ચ કર્યો છે.મેરીટરકયૂ ને ઓછામાં ઓછા રૂ. ૧૦ લાખના રોકાણની આવશ્‍યકતા છે.

આ પ્રોડકટનો ઉદ્દેશ લાર્જ, મિડ અને સ્‍મોલ- કેપ સેગ્‍મેન્‍ટ્‍સમાં ૩૫-૪૫ સ્‍ટોક વાળા એક ડાયવર્ઝીફાઇડ પોર્ટફોલિયો તૈયાર કરવાનું છે. ફંડને નિફટી ૫૦૦ ટીઆર સામે બેન્‍ચમાર્ક કરવામાં આવશે. ફંડ વિશે વાત કરતાં, માર્સેલસ ઈન્‍વેસ્‍ટમેન્‍ટ મેનેજર્સના ચીફ ઈન્‍વેસ્‍ટમેન્‍ટ ઓફિસર, સૌરભ મુખર્જીએ જણાવ્‍યું હતું કે,  ઘણા નાના રિટેલ રોકાણકારો લાંબા સમયથી ઈચ્‍છતા હતા કે માર્સેલસ માર્કેટમાં એવી પ્રોડકટ લાવે કે જેમાં સ્‍મોલ સાઈઝ ઇન્‍વેસ્‍ટમેન્‍ટની જરૂર હોય. ઇન્‍વેસ્‍ટમેન્‍ટના નિર્ણયો માટે માત્રાત્‍મક અને નિયમ-આધારિત અભિગમ અપનાવીને, મેરીટરકયૂ  ઈન્‍વેસ્‍ટર્સને તેમના લાંબા ગાળાના ધ્‍યેયોને સાકાર કરવામાં મદદ કરવા માટે એક સક્ષમ વિકલ્‍પ સાથે રજૂ કરે છે.

(11:55 am IST)