Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

સિંગતેલના ભાવ ફરી વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ : ડબ્‍બે રૂપિયા ૩૦નો વધારો

ઠંડી વચ્‍ચે મોંઘવારીનો ‘તડકો'

અમદાવાદ તા. ૨૦ : ગુજરાતમાં વધતી જતી મોંઘવારી અને ઠંડી વચ્‍ચે મધ્‍યમ વર્ગને વધુ એક મોટો ફટકો પડ્‍યો છે. મોંધવારીના માર વચ્‍ચે વધુ એક ફટકો લાગ્‍યો હોય તેમ સીંગતેલમાં બે દિવસમાં રૂપિયા ૩૦નો વધારો થયો છે. સીંગતેલના ૨૭૦૦ ડબ્‍બાના ભાવ રૂ.૨૭૩૦ થયા અને કપાસિયા તેલમાં રૂપિયા ૫ નો વધારો થયો છે.

છેલ્લા કેટલાક મહિનાઓ બાદ ફે એકવાર સીંગતેલ અને કપાસિયા તેલમાં ભાવ વધારો થયો છે. વિગતો મુજબ ખાધ્‍યતેલમાં બે દિવસમાં રૂપિયા ૩૦નો વધારો છે. જેમાં નવા તેલની આવક વચ્‍ચે ભાવ વધારો નોંધાતા મધ્‍યમ વર્ગને વધુ એક ફટકો પડ્‍યો છે. વિગતો મુજબ કપાસિયા તેલના ડબ્‍બામાં ૫ રૂપિયાનો વધારો તો સીંગતેલના ડબ્‍બામાં રૂપિયા ૨૦નો વધારો થયો છે. જેને લઈ હવે સીંગતેલના ડબ્‍બાનો ભાવ વધીને ૨ હજાર ૭૨૦ થયો છે.

સૂત્રોએ જણાવ્‍યું હતું કે, બે દિવસમાં સીંગતેલના ડબ્‍બાના ભાવમાં રૂપિયા ૩૦નો વધારો થયો છે. તો અહી નોંધનીય છે કે, છેલ્લે વર્ષ ૨૦૨૨ના લગભગ ડિસેમ્‍બર મહિનામાં તેલના ભાવમાં વધારો થયો હતો. જેમાં તે સમયે સિંગતેલના ભાવમાં ડબ્‍બામાં ૨૦થી ૩૦ રૂપિયાનો વધારો થતાં  સિંગતેલના ડબ્‍બાનો ભાવ ૨ હજાર ૬૬૦થી વધી ૨ હજાર ૭૦૦ રૂપિયા સુધી પહોંચ્‍યો હતો.

(11:35 am IST)