Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

અદાણી એન્‍ટરપ્રાઇઝીસ લિમીટેડ ફર્ધર પબ્‍લીક ઓફરીંગ ૨૭મીએ ખુલશે

(કેતન ખત્રી) અમદાવાદઃ અદાણી એન્‍ટરપ્રાઇઝ લિમિટેડ તા.૨૭ શુક્રવારે એની ફર્ધર પબ્‍લિક ઓફરિંગ રજુ કરશે જે અંતર્ગત આશિંક ચુકવણીના આધારે કુલ રૂ.૨૦,૦૦૦ કરોડના ઇકિવટી શેર ઇશ્‍યુ થશે એફપીઓમાં ફ્રેશ ઇશ્‍યૂની રીતે ઇકિવટી શેરદીઠ કિંમત (પ્રીમિયમ સહિત) માટે કંપનીના પેઇડ-અપ ઇકિવટી શેર સામેલ છે, જે દરેકની ફેસ વેલ્‍યુ રૂ. ૧ છે. આ ઓફરમાં ઓફર પછી પેઇડ-અપ ઇકિવટી મૂડીના મહતમ ૫ ટકા લાયકાત ધરાવતા કર્મચારીઓ દ્વારા સબસ્‍ક્રિપ્‍શન માટે રૂ.૫૦ સુધીના કુલ એફપીઓ ઇકિવટી શેરનું રિઝર્વેશન સામેલ છે. એફપીઓ ઓફર માટે પ્રાઇસ બેન્‍ડ એફપીઓ ઇકિવટી શેર રૂા.૩,૧૧૨થી રૂ ૩,૨૭૬ની રેન્‍જમાં નકકી થયુ છે. બિડ લઘુતમ ૪ એફપીઓ ઇકિવટી શેર માટે અને પછી ૪ એફપીઓ ઇકિવટી શેરના ગુણાંકમાં થઇ શકશે. ઓફર ૩૧મીએ બંધ થશે

(3:38 pm IST)