Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

લોટ્ટે કન્‍ફેકશનરી લિમિટેડ હેવમોર આઇસ્‍ક્રીમમાં રૂા.૪૫૦ કરોડનું રોકાણ કરશે

(કેતન ખત્રી) અમદાવાદઃ આઇસ્‍ક્રીમ બ્રાન્‍ડસ પૈકી સ્‍થાન ધરાવતી અને દક્ષિણ કોરીયાની લોટ્ટે કન્‍ફેકશનરી લિમિટેડની પેટાકંપની હેવમોર આઇસ્‍ક્રીમ એ આગામી પાંચ વર્ષમાં રૂા. ૪૫૦ કરોડનું રોકાણ કરવાનું નકકી કર્યુ છે.

લોટ્ટે કન્‍ફેકશનરી લિમિટેડે ડિસેમ્‍બર ૨૦૧૭માં રૂા. ૧૦૦૦ કરોડમાં હેવમોર આઇસક્રીમને હસ્‍તગત કર્યા પછી આ રોકાણ કરવામાં આવશે. આજે, ભારતમાં ૨૦થી વધુ રાજયોમાં ૨૧૬ જેટલા વિશિષ્‍ટ આઇસ્‍ક્રીમ પાર્લર્સ સાથેની મજબૂત ઉપસ્‍થિતિ સાથે હેવમોર આઇસ્‍ક્રીમ ભારતની સૌથી ઝડપથી વિકસીત આઇસ્‍ક્રીમ બ્રાન્‍ડ છે. વર્ષો સુધી સાતત્‍યપૂર્ણ વૃધ્‍ધિ સાથે, હેવમોર આઇસ્‍ક્રીમ તેની ક્ષમતામાં વધારો કરવા માટે અને ભારતીય બજારમાં વધી રહેલી માંગને પુરી પાડવા માટે સજજ છે. હેવમોર આ રોકાણનું આગામી પાંચ વર્ષમાં ઉપયોગ કરશે અને પુણેના એમઆઇડીસી તાલેગાંવ ખાતે નવો ઉત્‍પાદન એકમ ઉભો કરવાની જાહેરાત કરી હોવાનું જણાવાયુ છે.

(4:48 pm IST)