Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

નાબાર્ડ દ્વારા પ્રાધાન્‍ય ક્ષેત્રે રૂ.૨.૯૮ લાખ કરોડનો સંભવિત ધિરાણ અંદાજ

(કેતન ખત્રી) અમદાવાદઃ મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે, નાબાર્ડ દ્વારા રાજયના ૩૩ જિલ્‍લાઓ માટે મૂલ્‍યાંકન કરાયેલ એકંદર વાર્ષિક ધિરાણ સંભવિતતા દર્શાવતુ સ્‍ટેટ ફોકસ પેપર ૨૦૨૩-૨૪નું વિમોચન કર્યુ હતું.નર્મદા હોલ, સ્‍વર્ણિમ સંકુલ ૧, સચિવાલય, ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં શ્રી કનુભાઇ દેસાઇ. નાણામંત્રી, શ્રી બચુભાઇ ખાબડ, રાજયકૃષિ મંત્રી, શ્રી જગદીશ વિશ્વકર્મા રાજય સહકાર મંત્રી, શ્રી પંકજકુમાર, આઇએએસ, શ્રી રાજકુમાર આઇએએસ, અધિક મુખ્‍ય સચિવ ગૃહવિભાગ, શ્રી મુકેશ પુરી, અધિક મુખ્‍ય સચિવ, કૃષિ, ખેડૂત કલ્‍યાણ અને સહકાર વિભાગ, શ્રી સુરેનદર રાણા, મુખ્‍ય મહાપ્રબંધક, ભારતીય સ્‍ટેટ બેન્‍ક તથા ડો.જ્ઞાનેન્‍દ્ર મણિ, મુખ્‍ય મહાપ્રબંધક, નાબાર્ડ, ગુજરાત ક્ષેત્રીય કાર્યાલય એ હાજરી આપી હતી.

નાબાર્ડ દ્વારા રાજય સરકારના વિભાગો, બેંકો તથા અન્‍ય હિસ્‍સેદારો સાથે પરામર્શ કરીને તૈયાર કરાયેલ સ્‍ટેટ ફોકસ પેપર, બેંકો દ્વારા તૈયાર કરવામાં આવતા વાર્ષિક ક્રેડીટ પ્‍લાન માટેનો આધાર બને છે. આ દસ્‍તાવેજ ઓળખ કરેલ પ્રાધાન્‍ય ક્ષેત્રોની હાલની ધિરાણ-પ્રાપ્તિ ક્ષમતા તથા યોગ્‍ય ભાગીદારી અને નીતિ દરમિયાનગીરીઓ દ્વારા તેને વધારી શકાય તેવી બાબતોને પણ ધ્‍યાનમાં લેતા હોવાનું યાદીમાં જણાવાયુ છે

(4:48 pm IST)