Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

સિરીયલ ‘વાગ લે કી દુનિયા'માં અભિનેતા વિપુલ દેશપાંડે રાજેશના ભાઇની ભુમિકામાં

(કેતન ખત્રી) અમદાવાદઃ વાગલે કે દુનિયા નઇ પીઢી નયે કિસ્‍સે પારિવારિક શોએ સાધારણ માનવીનું જીવન પ્રદર્શિત કર્યુ છે. શોએ અજોડ સમાધાન અને હકારાત્‍મક નજરિયા થકી સામાન્‍ય માણસોના રોજબરોજના સંઘર્ષોની વાર્તા પ્રદર્શિત કરીને દેશભરમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. આ વખતે મનોજ વાગલે સાથે પરિવારનો લાંબા સમયથી ગુમ સંબંધ પ્રકાશમાં આવવાનો છે. જે ભુમિકા વિપુલ દેશપાંડેએ ભજવી છે.

વાગલે પરિવારનો વહાલો સ્‍વભાવ, જીવન પ્રત્‍યે સમજદારીભર્યુ વર્તન અને અલગ -અલગ પરિપ્રેક્ષ્ય સાથે તેમના પરિવાર અને મિત્રો દ્વારા હંમેશા વહાલ કરવામાં આવે છે. વાગલે કી દુનિયાના આગામી એપિસોડમાં અગાઉ કયારેય વાત નથી કરાઇ તેવા પરિવારના ગત સંબંધો જાહેર થશે. મનોજ વાગલે શ્રીનિવાસ વાગલે(પીઢ અભિનેતા અંજન શ્રીવાસ્‍તવ)નો મોટો પુત્ર છે અને રાજેશ વાગલે(સુમીત રાઘવન)નો મોટો ભાઇ હોઇ ૨૫ વર્ષ પછી ઘરે આવ્‍યો છે. સ્‍વભાવે મનોજ ઉગ્ર છે. તે નાના ભાઇ રાજેશથી સાવ વિપરીત છે. રાજેશ શાંત, ધીરજવાન અને જવાબદાર પારિવારિક પુરુષ છે. જયારે મનોજ  હાથ ધરવા માટે મુશ્‍કેલ પુરુષ છે. તેની અંદર ધીરજ નથી તે આક્રમક છે.

(4:19 pm IST)