Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

ઉત્તર પ્રદેશના મંત્રી શ્રી જિતિન પ્રસાદની રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે મુલાકાત

ગાંધીનગર : ઉત્તર પ્રદેશના લોકનિર્માણ મંત્રીશ્રી જિતિન પ્રસાદે આજે રાજભવનમાં રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. રાજયપાલશ્રીએ કચ્‍છી શાલથી તેમનું ઉષ્‍માભર્યું સ્‍વાગત કર્યુ હતું. શ્રી જિતિન પ્રસાદ સાથે ઉત્તર પ્રદેશ સરકારના સલાહકાર શ્રી અવનીશકુમાર અવસ્‍થી, શ્રી જી. એન. સિંધ અને શ્રી અનુપમ શુકલા પણ જોડાયા હતા. સૌ મહાનુભાવોને રાજયપાલશ્રીએ આવકાર્યા હતા.

(4:37 pm IST)