Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

ઘરકંકાસમાં પતિએ પત્‍નિની હત્‍યા કરી આગ ચાંપી દીધીઃ ગુસ્‍સાની જ્‍વાળામાં પત્‍નિ હોમાઈ

અમદાવાદ ગોદરેજ ગાર્ડન સિટીમાં

અમદાવાદ, તા.૨૦:અમદાવાદ ગોદરેજ ગાર્ડન સિટીમાં આગની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ પતિ-પત્‍નિના ઝઘડામાં આગ કાગાવ્‍યાં બાદ મહિલાનું મોત થયાનું સામે આવ્‍યું છે. જોકે સવારના સમયે બાળકો શાળાએ ગયા હોય તેમનો આબાદ બચાવ થયો છે. મહત્‍વનું છે કે, ગોદરેજ ગાર્ડન સિટી એ અમદાવાદનો પોશ વિસ્‍તાર છે. આજે સવારના સમયે બનેલી ઘટનામાં હાલમાં મહિલાનું મોત અને યુવક ઇજાગ્રસ્‍ત હોવાનું સામે આવ્‍યું છે.

અમદાવાદના પોશ વિસ્‍તારમાં આગની ઘટના સામે આવતા ચકચાર મચી ગયો છે. વિગતો મુજબ અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં V બ્‍લોકના ચોથા માળે આજે સવારે અચાનક આગ લાગી હતી. જોકે સ્‍થાનિકોના મતે સવારના V-૪૦૫માં રહેતા અનિલ વાઘેલા અને તેમની પત્‍ની વચ્‍ચે કોઈ કારણસર ઝઘડો થયો હતો. જોકે આ દરમ્‍યાન અચાનક ઝઘડો ઉગ્ર બન્‍યા બાદ બંનેએ એક બીજા ઉપર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો.

સ્‍થાનિકોના મતે અચાનક ઘરમાં આગ લાગી હતી. જેથી આસપાસના લોકો તાત્‍કાલિક આગ બુઝાવવામાં લાગ્‍યા હતા. થોડી વારમાં પોલીસ અને ફાયર ફાઇટર ઘટના સ્‍થળે પહોંચી હતી. જ્‍યાં ફાયર ફાઇટર દ્વારા આગ ઉપર કાબૂ મેળવી લેવાયો હતો.

(4:39 pm IST)