Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

અમદાવાદ કોર્પોરેશન ફેરવી તોળ્યુ : પેપર કપ અને પ્લાસટીકના પ્રતિબંધના નિર્ણયથી ખુદ મેયર અજાણ

આજથી થતા અમલ અંગે લેખિત પરિપત્ર નહી પણ મેયરે માત્ર મૌખિક આદેશ આપ્યો હોવાનું ખુલ્યુ

અમદાવાદમાં પેપર કપ અને પ્લાસટીક વાપરતા દુકાનદારો ઉપર દંડનાત્મક કાર્યવાહી નહી થાય. મેયર જાપાન ગયા હોવાથી બાદમાં નિર્ણય લેવાશે. આ બાબતે ખુદ મેયર અજાણ હોવાનું ચર્ચાઇ રહ્નાં છે.

અમદાવાદમાં પ્લાસ્ટિકના કપમાં ચા પીરસવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે આ અંગે અનેક મતમતાંતર જોવા મળતા આખરે નિર્ણય લેવાયો કે પેપર કપ વાપરતા વિક્રેતાઓ ઉપર આજથી દંડાત્મક અથવા સીલની કામગીરી નહીં થાય. પરંતું આ વચ્ચે શાસક પક્ષમાં તાલમેલનો અભાવ જોવા મળ્યો. અમદાવાદમાં ચાના પેપર કપના નિર્ણયથી ખુદ મેયર અજાણ હોવાનુ સામે આવ્યો છે. આજથી અમલ થનાર નિર્ણય અંગે લેખિત પરિપત્ર નહીં, મ્યુનિસિપલ કમિશનરે માત્ર મૌખિક આદેશ જ આપ્યો છે. ત્યારે સત્તાની આ શું રમત ચાલી રહી છે તે સમજાતુ નથી. તેમજ હવે મ્યુનિસિપલ કમિશનર જાપાનથી આવ્યા બાદ નિર્ણય લેવાશે. 

અમદાવાદમાં ચાના પેપર કપના નિર્ણયથી ખુદ મેયર અજાણ છે. આજથી અમલ થનાર નિર્ણય અંગે લેખિત પરિપત્ર નહીં, મ્યુનિસિપલ કમિશનરે માત્ર મૌખિક આદેશ જ આપ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે પેપર કપ બેન અંગે AMCમાં થયેલા વિવાદનો મામલે વેપારીઓ પર આજથી દંડાત્મક કે સીલની કાર્યવાહી નહીં થાય તેવુ નિર્ણય લેવાયો છે. આજે સોલિડ વેસ્ટની ટીમ વેપારીઓને સમજાવવાનો પ્રયાસ કરશે. કમિશનરના જાપાનથી આવ્યા પછી નિર્ણય લેવામાં આવશે. 

મહત્વનું છે કે અગાઉ 20 જાન્યુઆરીથી પેપર કપના ઉપયોગ વિના સદંતર બંધની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓની જાણ બહાર નિર્ણય થયો હોવાથી વિવાદ સર્જાયો છે. જેના કારણે મ્યુનિસિપલ કમિશનર જાપાનથી પાછા આવશે તેના પછી પેપર કપનો ઉપયોગ કરવો કે ન કરવો તે અંગે નિર્ણય લેવામાં આવશે.  

પેપર કપ પ્રતિબંધને લઇ AMC માં થયેલો વિવાદનો મામલે હવે પેપર કપ વાપરતા વિક્રેતાઓ ઉપર આજથી દંડાત્મક અથવા સીલની કામગીરી નહીં થાય. આજે માત્ર સોલિડ વેસ્ટની ટીમ વિક્રેતાઓને સમજાવવાનો પ્રયાસ કરશે. અગાઉ 20 જાન્યુઆરીથી પેપર કપના ઉપયોગ ઉપર સદંતર બંધની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટાયેલા પ્રતિનિધિઓની જાણ બહાર નિર્ણય થયો હોવાને લઇ વિવાદ સર્જાયો છે. અગાઉ વરસાદી પાણીની લાઈનમાં પેપર કપને કારણે ચોકઅપ થઇ જવાને કારણે નિર્ણય લેવાયો હતો. શહેરને સ્વચ્છ રાખવા કમિશનરે સૂચના આપી હતી. ત્યારે કમિશનરના જાપાનથી આવ્યા બાદ કોઈ નિર્ણય લેવાશે. 

 

(6:29 pm IST)