Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

વડીયાથી ફાગવેલ પગપાળા જતા સંઘે 48 વર્ષનો પગપાળા જવાનો નવો રેકોર્ડ સર્જ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના વડીયા ગામેથી આમતો છેલ્લા ૫૦ વર્ષથી  ફાગવેલ પગપાળા સંઘ લઈને ગ્રામજનો જઈ રહ્યા છે. ભાથુજી મહારાજના ઉપાસક એવા મહેશભાઈ વસાવા અને વડીયા ગ્રામજનોની ટીમ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવે છે. જોકે ૫૦ વર્ષથી ચાલતો આ સંઘ વચ્ચે બે વર્ષ કોરોનાના કારણે 2021-22 માં જઈ શક્યો ન હતો પણ 48 વર્ષમાં પગપાળા સંઘ લઈને વડીયા ગામેથી ધામધૂમ થીં વાજતે ગાજતે ફાગવેલ જવા રવાના થતા આ સંઘે ૪૮ વર્ષનો રેકોર્ડ બનાવ્યો હતો જેમાં આખું વડીયા ગામ ફાગવેલ જતા સંઘને વળાવવા ઉમટયું હતું.

આ બાબતે મહેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ભગવાન ભાથીજી દાદાનો હું ભક્ત છું, હું વર્ષોથી  ભક્તિ કરું છું દર વર્ષે પગપાળા સંઘ લઈને જઈએ છે ગ્રામજનોનો ખુબ સહકાર મળે છે. ભાથીજી દાદા ગામની રક્ષા કરે છે.અને મનવાંચ્છુક ફળ આપે છે.

(10:11 pm IST)