Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

ગરૂડેશ્વર તાલુકાના ગડી ગામની આધેડ મહિલા ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ગડી ગામની એક આધેડ મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવતા સારવાર દરમિયાન મોત થયું છે
  પ્રાપ્ત માહિતી અનુસાર ગડી ગામના મુકતિબેન કેવજીભાઈ વસાવા( ઉ.વ.-૬૫ )એ તા.૧૮/ ૦૧/ ૨૦૨૩ નાં રોજ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી જતા સારવાર માટે ૧૦૮ માં તેમના પુત્ર મેલસીંગભાઈ કેવજીભાઇ વસાવાનાઓ રાજપીપળા સિવિલમાં લાવ્યા હતા જ્યાં દર્દીની હાલત ગંભીર હોઈ બે ભાન અવસ્થામાં હતા ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું

(10:17 pm IST)