Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

રાજપીપળા પાસેના રામપરા ગામે મહીલા ઉપર બળાત્કાર કરનાર નરાધમને 20 વર્ષની સજા ફટકારતી અદાલત

-ખેતરમા ભેંસો ચરાવવા ગયેલી મહિલા ઉપર બળજબરીથી શારિરીક સંબંધ બાંધતાં પોલીસ મથકમા રામપરાના શખ્શ સામે બળાત્કાર અને પોકસો હેઠળ ગુનો નોધાયો હતો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : રાજપીપળા પાસેના રામપુરા ગામની સીમમાં પોતાનાં ઢોરો ચરાવવા માટે ગયેલી મહિલા ઉપર બળજબરીથી શારિરીક સંબંધ બાંધી બળાત્કાર કરનાર શખ્શ સામે મહિલાએ રાજપીપળા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે બળાત્કાર સહિત પોકસોની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, અને આરોપી ને ઝડપી પાડયો હતો.

 આ કેસ આજરોજ નર્મદા જીલ્લાના એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં ચાલી જતાં આરોપી અલ્પેશ મહેન્દ્રભાઈ વસાવા( ઉ.વ.૨૨)( રહે.રામપરા તા.નાંદોદ જી.નર્મદા)નાઓને ઈ.પી.કો. કલમ ૩૬૩, ૩૭૬(૩), ૫૦૬(૨) તથા પોકસો અધિનિયમ કલમ ૪,૬ મુજબના શિક્ષાપાત્ર ગુનાના કામે અદાલતની ઈન્સાફી કાર્યવાહીમાં સરકારી વકીલ  જીતેન્દ્રસિંહ જે.ગોહિલની ધારદાર દલીલો અદાલતે ગ્રાહ્ય રાખી  એડી.સેસન્સ જજ  એન.એસ.સીદીકી એ આરોપીને આ ગુનામાં ગુનેગાર ઠેરવી ૨૦ વર્ષની કેદની સજા ફટકારી હોવાનું જાણવા મળ્યું છે.
 પ્રસ્તુત કેસમાં હકીકત એવી છે કે આ કામના આરોપી અલ્પેશ મહેન્દ્રભાઈ વસાવા ભોગ બનનાર યુવતી તા. ૨૧/૦૬/૨૦૨૧ના રોજ પોતાના ઘરેથી ભેસ લઈને પોતાના ખેતરે ભેંસો ચરાવવા માટે ગયેલ તે વખતે બપોરે એક વાગ્યાના સુમારે આ કામના આરોપી મોટર સાઈકલ લઈ ફરીયાદી ભેંસ ચરાવતી હતી ત્યા મોટરસાઈકલ ઉભી રાખી ફરીયાદી પાસે જઈ બળજબરીથી તેનો હાથ પકડી નજીકમાં આવેલ શેરડીના ખેતરમાં ખેંચીને લઈ જઈ નીચે પાડી દઈ બળજબરીથી તેની મરજી વિરુધ્ધ શરીર સબંધ બાંધી બળાત્કાર કર્યો હતો, અને આ યુવતીને આ વાતની જાણ કોઈને કરીશ તો જાનથી મારી નાખાવાની ધમકી આપી હતી, આ મામલે પોલીસ મથક મા ફરિયાદ દાખલ થઈ હતી.
  આ કેસ રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટના જડજ એન.એસ. સીદ્દીકી ની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તર્ફે જીલ્લા સરકારી વકીલશ જીતેન્દ્રસિંહ જે. ગોહીલનાઓએ ફરીયાદ પક્ષે સાહેદો, સાયન્ટીફીક પુરાવાઓ તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જડજમેન્ટો તથા લેખીત તથા મોખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી ઈ.પી.કો. કલમ ૩૬૩, ૩૭૬(૩), ૫૦૬(૨) તથા પોકસો અધિનિયમ કલમ ૪,૬ મુજબના શિક્ષાપાત્ર ગુનાના કામે આરોપીને તકસી૨વાર ઠેરવી ૨૦ વર્ષની કેદની સજાનો દંડની સજાનો હુકમ ફરમાવેલ છે

(10:25 pm IST)