Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

હવે વાહનોની પાર્કિગની સમસ્યા હલ થશે: ગુજરાતમાં ગાડીના પાર્કિગ માટે એક ટકા જમીન ફાળવવા નિર્ણય

પાર્કિગની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ પાર્કિગ માટે એક ટકા જમીન ફાળવાશે

અમદાવાદ સહિતના મુખ્ય શહેરોમાં વાહનોની સંખ્યામાં વધારો થયો છે, જેને કારણે પાર્કિગની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ પાર્કિગ માટે એક ટકા જમીન ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે વાહનોની પાર્કિગની સમસ્યા હલ થશે

 દેશ અને દુનિયામાં વાહનોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે પરંતુ ગુજરાતમાં બે દાયકા દરમિયાન વાહનોની સંખ્યામાં 73.5 ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં 2001માં વાહનોની સંખ્યા 0.56 લાખ હતી જે ગત વર્ષે એટલે કે 2022માં ત્રણ કરોડનો આંકડો પાર કરી ગઇ છે. સૂરત શહેર સૌથી વધુ વાહન ધરાવતુ શહેર છે.

ગુજરાતમાં શહેરીકરણ વધવાને કારણે રાજ્ય સરકાર પહેલાથી જ આવાસીય અને વ્યવસાયિક તમામ રીતની બિલ્ડિંગોમાં પાર્કિગ માટે જગ્યા ઉપલબ્ધ કરાવવુ જરૂરી કરી ચુકી છે, જેનું એક મોટુ કારણ ગુજરાતની લગભગ 46% વસ્તી મુખ્ય શહેર અને કસ્બા જેવી જગ્યામાં રહે છે, માટે વાહન પાર્કિગની સમસ્યા સામે ઝઝુમવુ સ્વાભાવિક છે. આ નિયમ માટે રાજ્ય સરકાર નોટિફિકેશન પણ જાહેર કરી ચુકી છે.

ગુજરાતમાં મોટાભાગની પરિયોજનાઓ અમદાવાદમાં ચાલી રહી છે, જેની સંખ્યા લગભગ 364 છે. જોકે, સરકારે આવી 843 પરિયોજનાની ઓળખ કરી છે. જે આખા રાજ્યમાં ચાલી રહી છે. જાણકારી અનુસાર, સરકારી વિભાગ આ યોજના પર નજર રાખી રહ્યુ છે, જેનાથી આ ખબર પડે કે તેમાં પાર્કિગ માટે સુવિધા આપવામાં આવે છે કે નથી આવતી.

(12:39 am IST)