Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

ડેડીયાપાડા મોવી સ્ટેટ હાઇવે રોડ ઉપર ટ્રકે મો.સા.ને પાછળથી ટક્કર મારતા મહિલાનું ઘટના સ્થળે મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ડેડીયાપાડા મોવી સ્ટેટ હાઇવે રોડ પર પુરપાટ જઈ રહેલી ટ્રકે આગળ ચાલતી મો.સા.ને ટક્કર મારતા દંપતીને પાડી દેતા પત્નીને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.
  પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા તાલુકાના ગાજરગોટા ગામના ભગત ફળીયામાં રહેતા જયેશભાઇ રતનભાઇ વસાવાની ફરિયાદ મુજબ તે તેમની પત્ની સાથે મો.સા. નંબર GJ - 22 - M6760 પર જતાં હતાં તે સમયે ફૈસલ વાહેદ ખાન (રહે.ખુલ્લાબાદ, ઓરંગાબાદ ( મહારાષ્ટ્ર ) એ પોતાના પાસેની ટ્રક નંબર MH.20 - 4218 પુરઝડપે હંકારી લાવી દેડીયાપાડા મોવી સ્ટેટ હાઇવે રોડ ઉપર ઘાટોલી ગામની સીમમાં પાંજરી ઘાટ જંગલના વળાંક પાસે રોડ ઉપર મો.સા.ને પાછળ થી ટક્કર મારી તેમની , પત્ની રેખાબેન જયેશભાઇ વસાવા (ઉ.વ.આ .૩૦) ને શરીરે ગંભીર ઇજાઓ પહોચાડી તથા માથાના ભાગે ટ્રકનુ ટાયર ચડાવી દેતા તેમનું સ્થળ ઉપર મોત થયું હોય પોલીસે ટ્રક ચાલાક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:19 pm IST)