Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

સ્થાનિક સ્વરાજની ચૂંટણી ના પરિણામના કારણે ગુજરાત વિધાનસભામાં હવે ૩જી માર્ચે બજેટ રજુ થશે

નીતિનભાઇ પટેલ ૯મી વખત બજેટ રજુ કરશે : વજુભાઇ વાળાના રેકોર્ડની બરોબરી કરશે

ગાંધીનગર, તા. ર૦ :  સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે આ વખતે ગુજરાત વિધાનસભાના બજેટની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે બજેટ ૨ માર્ચની જગ્યાએ ૩ માર્ચના રોજ રજૂ કરવામાં આવશે. ૨૬ દિવસો સુધી ચાલનારા આ બજેટ સત્રમાં લવ જેહાદ સહિત અન્ય અનેક બિલો રજૂ કરવામાં આવશે. જયારે કેન્દ્ર સરકારના કૃષિ કાયદાને પગલે આ સત્ર તોફાની બનવાની સંભાવના છે. ઞ્અગાઉ ગુજરાત વિધાનસભામાં ૨ માર્ચના રોજ બજેટ રજૂ કરવામાં આવવાનું હતું, પરંતુ તે દિવસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું હોવાથી બજેટ ૩ માર્ચે રજૂ કરાશે. ઞ્યસ્ત્ર્ર્ીર્શ્વીદ્દ ગ્ રાજયપાલ આચાર્ય દેવવ્રત ગૃહમાં સંબોધન બાદ સત્રનો આરંભ થશે. જયારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને માધવસિંહ સોલંકીને શ્રદ્ઘાંજલિ આપવામાં આવશે. જે બાદ બજેટ પર ૫ દિવસો સુધી ચર્ચા થશે. જયારે બજેટ સત્રમાં માંગ પર ચર્ચા માટે ૧૨ દિવસ ફાળવવામાં આવી શકે છે. આ બજેટ સત્રમાં જ કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે. ઞ્યસ્ત્ર્ર્ીર્શ્વીદ્દ ગ્યફુફિંૂ ૨૦૨૧કેન્દ્ર સરકારની જેમ ગુજરાત સરકારનું બજેટ પણ આ વખતે પેપર લેસ હશે. અહીં ધારાસભ્યોને પેન ડ્રાઈવમાં બજેટ ડોકયુમેન્ટ આપવામાં આવશે. જે દિવસે પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે, ત્યારે કાગળ નહીં દેખાડવામાં આવે. જણાવી દઈએ કે, રૂપાણી સરકારે રાજયમાં ગત વર્ષે જ પેપરલેસ બજેટની શરૂઆત કરી હતી. આ સાથે જ ગુજરાતની ઞ્ઝ્રભ્ ૨૦૨૦-૨૧ માટે ૧૮,૮૪,૯૨૨ કરોડ રૂપિયા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.

આ વખતે નાયબ મુખ્યમંત્રી અને નાણા મંત્રી નીતિનભાઇ પટેલ નવમી વખત બજેટ રજૂ કરશે. આ સાથે જ નીતિન પટેલ સૌથી વધુ વખત બજેટ રજૂ કરનારા નાણાં મંત્રી વજૂભાઈ વાળાના રેકોર્ડની બરોબરી કરશે.

(3:16 pm IST)