Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

અરવલ્લી દારૂકાંડ મામલે LCB પીઆઇ આરકે પરમાર સહિત 3 પોલીસ કર્મી સામે ફરિયાદ દાખલ

LCB ઓફિસમાંથી પણ વિદેશી દારૂ મળતા એસપીની આકરી કાર્યવાહી

અરવલ્લી દારૂકાંડ મામલે એસપીએ કાર્યવાહી કરતા LCB PI આરકે પરમાર સહિત 3 પોલીસ કર્મી સામે ફરિયાદ દાખલ કરાઈ છે, LCB ઓફિસમાંથી પણ વિદેશી દારૂ મળતા આ ફરિયાદ નોંધવામાં આવી છે. LCB ઓફિસની તિજોરી તેમજ અન્ય ત્રણ જગ્યાએ દારૂ છુપાવવામાં આવ્યો હતો. સાત પેટી જેટલો દારૂ ટાઉન પોલીસે જપ્ત કર્યો છે

 ગઇકાલે દારૂ ભરેલી કાર ખાડામાં ખાબક્યા બાદ ભાંડો ફૂટ્યો હતો. દારૂની મોટાપાયે હેરાફેરી થતી હોવાની અરવલ્લી પોલીસના ઇતિહાસની સૌથી શરમજનક ઘટના સામે આવી હતી

અરવલ્લીના શામળાજી હાઇવે ઉપર દારૂ ભરેલી કાર ખાડામાં પડ્યા બાદ એસપી ઓફિસ પાછળથી જ દારૂની ખેપ થતી હોવાનો પર્દાફાશ થયો હતો. આ મામલે અરવલ્લી એસપીએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. અરવલ્લી પોલીસે દારૂ ભરેલુ આઇસર પકડ્યુ હતું, જેને મોડાસામાં એસપી ઓફિસના પાછળના ભાગમાં પાર્ક કરવામાં આવ્યુ હતું. જોકે, આઇસરમાંથી દારૂની કેટલીક પેટીઓ એસેન્ટ કારમાં નાખીને શામળાજી તરફ લઇ જવામાં આવતી હતી. આ મામલે જાગૃત નાગરિકને જાણ થતા કારનો પીછો કર્યો હતો. કાર ચાલકને પોતાની કારનો પીછો થતો હોવાની જાણ થતા તેને પોતાની કાર ભગાવી હતી. આ દરમિયાન શામળાજી હાઇવે ઉપર ચારણવાડા અને કેસાપુર ગામ વચ્ચે હાઇવે ઉપર વળાંક આવતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો. જેને કારણે કાર ખાડામાં ખાબકી હતી

  પકડાઇ જવાના ડરથી કારમાં સવાર બે લોકો ત્યાથી કાર મુકીને ભાગી ગયા હતા. આ અંગે જાગૃત નાગરીકે સ્થાનિક પોલીસ, એસપી ઓફિસ સહિતના અધિકારીઓને જાણ કરી હતી. જે બાદ મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કારમાંથી દારૂનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કારની ડેકીમાં અને પાછળની સીટમાં દારૂની આશરે 10 પેટીઓ મળી હતી. અરવલ્લી એસપી સંજય ખરાતે આ મામલે કડક કાર્યવાહી કરવાના આદેશ બાદ પોલીસે દોડતી થઇ છે.

(12:15 pm IST)
  • લાલ કિલ્લા હિંસાનો આરોપી લખ્ખાની દિલ્હી પોલીસને ખુલ્લી ચેલેન્જ : ફેસબુક વિડિઓ જારી કરીને મોટું એલાન કર્યું : હિંસાના માસ્ટર માઈન્ડ લાખા સીંધનાએ ભડકાઉ વિડિઓ જારી કરીને દિલ્હી પોલીસને પડકાર ફેંકતા 23મી ફેબ્રુઆરીએ વધુ એક પ્રદર્શન કરવા એલાન કર્યું : આ વિડીઓમાં તે પંજાબના યુવાઓને 23મીએ એકત્રિત થવા પણ કહી રહયો છે access_time 11:34 pm IST

  • રાકેશ ટિકૈતે કહ્યું દિલ્હીની સીમાઓ પર આંદોલન સતત ચાલતો રહેશે:ગરમી હોય અથવા વરસાદ. ગર્મીઓમાં બોર્ડર પર જનરેટર લગાવવામાં આવશે.:આંદોલન સ્થળ જ અમારૂ ઘર છે. સરકાર અમને વિજળી ક્નેક્શન આપે, નહીં તો અમારે અહીં મજબૂરીમાં જનરેટર લગાવવા પડશે : ટિકૈતે કહ્યું કે, પહેલા યૂપી સરકાર પાસે વિજળીનું કનેક્શન માંગવામાં આવશે અને ફરીથી દિલ્હી સરકાર પાસે માંગણી કરવામાં આવશે access_time 1:15 am IST

  • કોરોના સામે ફરી જંગ શરૂ: મુંબઈમાં ૧૩૦૯ બિલ્ડીંગો સીલ કરી દેવાયા:મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને કહ્યું છે કે મુંબઈમાં કુલ ૧૩૦૯ બિલ્ડિંગો સીલ કરી દેવામાં આવ્યા છે. નવા નિયમ મુજબ પાંચથી વધુ કોરોના કેસ જે બિલ્ડીંગમાં મળે તેને સીલ કરી દેવાશે તેવું જાહેર થયું છે. access_time 7:57 pm IST