Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

વડોદરા:બેંક ઓફ બરોડાની હેડ ઓફિસની કારના ડ્રાઈવરની નજર સેરવી અજાણ્યો ગઠિયો કાર લઇ રફુચક્કર

વડોદરા: શહેરમાં  બેંક ઓફ બરોડાની હેડ ઓફિસ ખાતે ડેપ્યુટી જનરલ મેનેજરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, બેંક દ્વારા કર્મચારીઓના ઉપયોગ માટે મારુતિ સ્વિફ્ટ ડિઝાયર કાર ફાળવવામાં આવી છે. તેનો ઉપયોગ બેંકના કામ માટે કરવામાં આવતો હોય છે. 

બેંકમાં અન્ય સહકર્મચારી રોહિત પટેલના પરિવારને સુરત જવાનું હોય તેઓ 17મી ફેબ્રુઆરીના રોજ કાર લઇ સુરત રવાના થયા હતા, જ્યાંથી પરત ફરતા  અજાણ્યા વ્યક્તિને લિફ્ટ આપી હતી. 

દરમિયાન જાંબુઆ નજીક લઘુશંકા માટે રોહિતે કાર યુરિનલ પાસે ઉભી રાખી ચાવી કારમાં જ રાખી હતી. જ્યાંથી પરત આવતા લિફ્ટ આપેલી વ્યક્તિ અને કાર પાર્ક કરેલી જગ્યાએ જણાઈ આવી ન હતી. કારના બોનેટ ઉપર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા નુ લખાણ છે.

(5:11 pm IST)