Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

આણંદ:દુબઈના વર્કપરમીટના વિઝા આપી છેતરપિંડી આચરનાર વડોદરાના રહેવાસીને આણંદ એસઓજીએ 2.70 લાખના મુદામાલ સાથે ઝડપી પાડયો

આણંદ:દુબઈ વર્કપરમીટના નકલી વિઝા આપી છેતરપીંડી કરનાર વડોદરા રહેવાસી અને આણંદ ખાતે ઓફિસ ધરાવતા શખ્શને આણંદ એસઓજી પોલીસે રૂા.૨.૭૦ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. પોલીસે તેની સામે છેતરપીંડીનો ગુનો નોંધી તેની સાથે સંકળાયેલ અન્ય શખ્શોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

વધુમાં મળતી વિગત મુજબ નડિયાદ ખાતે રહેતા વસીમભાઈ ઈકબાલભાઈ મલેક આજથી ચારેક માસ પૂર્વે આણંદ શહેરના રઘુવીર સીટી સેન્ટર ખાતે આવેલ જે.પી.ઈન્ટરનેશનલ ઓફિસના સંપર્કમાં આવતા ઓફિસના સંચાલકોએ દુબઈમાં નોકરી તક છે તેમ જણાવતા તેઓએ દુબઈ જવા માટે બાયોડેટા આપ્યો હતો. બાદમાં જરૂરી દસ્તાવેજો તેમજ કોરા ચેક લઈ મળવા બોલાવતા તેઓ જરૂરી દસ્તાવેજો લઈ ઓફિસ ખાતે ગયા હતા ત્યારે ૧૦ દિવસમાં વીઝા આવી જશે તેમ કહી વિઝા આવે ત્યારે રૂા.૧.૭૦ લાખ રોકડા ભરી ચેક પાછા લઈ જવાની વાત કરી હતી. દસેક દિવસ બાદ આરીફાબેને ફોન કરીને વસીમભાઈને પૈસા આપી વિઝા લઈ જવા જણાવતા વસીમભાઈએ જે.પી. ઈન્ટરનેશનલના રવિકુમાર ભાસ્કર સાથે વાતચીત કરી હતી અને અમારા માલિક જયદીપભાઈ હસમુખભાઈ પટેલને પૈસા મોકલવાના હોય છે તેમ જણાવ્યું હતું. જેથી વસીમભાઈએ રૂા.૧.૭૦ લાખ જયદીપભાઈના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ રવિ ભાસ્કરે આણંદ ઓફિસે બોલાવી એગ્રીમેન્ટ ઉપર સહી કરાવી પાસપોર્ટ અને એમ્પલોઈમેન્ય વિઝા આપ્યા હતા. બાદમાં ૧૦ દિવસ પછી અમદાવાદથી દુબઈની એર ટિકિટ આપી હતી. જો કે ટૂંકાગાળામાં વિઝા મળતા વસીમભાઈને શંકા ગઈ હતી. જેથી તેઓએ ઓફર લેટર અને કોન્ટ્રાક્ટની કોપી માગતા ફલાઈટના ટાઈમ સુધી આપવામાં આવી ન હતી.

(5:14 pm IST)