Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

ભાજપના અડીખમ સૂત્ર સામે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીનો કટાક્ષ: કહ્યું પેટ્રોલની ટાંકી ખાલીખમ

મસ્યાનું નિવારણ ખાલીખમ તોય અહંકારી ભાજપ અડીખમ : સુવિધા વિહોણા ગામડા ખાલીખમ તોય અહંકારી ભાજપ અડીખમ

અમદાવાદ :  ભાજપના અડીખમ સૂત્ર પર હવે પરેશ ધાનાણીએ કટાક્ષ કર્યો છે. એક ટ્વિટના માધ્યમથી ભાજપ પર પ્રહારો કર્યા છે.ભાજપના સૂત્ર 'અડીખમ ભાજપ' પર પ્રહાર કરતા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું સમસ્યાનું નિવારણ ખાલીખમ તોય અહંકારી ભાજપ અડીખમ

રાજસ્થાન સહિત દેશભરમાં પેટ્રોલની વધતી કિંમતને પણ વિપક્ષે મુદ્દો બનાવ્યો છે. તો પત્રકાર પરિષદ દરમિયાન ભાજપના અડીખમ સૂત્ર પર હવે પરેશ ધાનાણીએ કટાક્ષ કર્યો છે. તો સાથે એક ટ્વિટના માધ્યમથી ભાજપ પર પ્રહારો કર્યા છે. જેમાં ધાનાણીએ કહ્યૂું કે, વિચારે ગુજરાત, વોટ કરે ગુજરાત, આપણે સરદાર પટેલનું સ્વાભિમાની "ગુજરાત" જોઈએ છે કે પછી.., 'સી.આર.પાટીલ'નું ગુનાહિત ગુજરાત.?

 

ભાજપના અડીખમ ભાજપ સૂત્ર પર પરેશ ધાનાણીનો કટાક્ષ કર્યો છે શાળાઓ ખાલીખમ તોય ભાજપનો અહંકાર અડીખમ, મોટરસાયકલમાં પેટ્રોલની ટાંકી ખાલીખમ-તોય ભાજપનો અહંકાર અડીખમ,સુવિધા વિહોણા ગામડા ખાલીખમ તોય અહંકારી ભાજપ અડીખમ,નાના માણસના ખિસ્સા ખાલીખમ- તોય અહંકારી ભાજપ અડીખમ

(6:45 pm IST)