Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો કર્યો પ્રયાસ : ગંભીર

મુડી કરતા પણ વધુ વ્યાજ ચૂકવ્યુ છતા પણ વધુ વ્યાજની માંગણી સાથે ધાકધમકી આપતા

અમદાવાદના ન્યુ મણીનગરમાં એક યુવકે વ્યાજખોરોના ત્રાસના કારણે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકની હાલત ગંભીર થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ બનાવ અંગે પોલીસે પાંચ વ્યાજખોરો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં દિવસે દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે. વ્યાજખોરોને કાબૂમાં લેવા માટે સરકારે ગુંડા એક્ટ અને પાસા એક્ટમાં ગુનાઓને આવરી લીધા છે. પરતું આ કાયદો ફકત કાગળ પર હોય તેવું દેખાઈ રહ્યું છે. ફરી એકવાર વ્યાજખોરોનો આતક શહેરમાં વધતો જોવા મળી રહ્યો છે. શહેરના ન્યુ મણીનગર વિસ્તારમાં આવેલ વૈકુંઠ દર્શન સોસાયટીમાં રહેતા સુજીત ભાઈએ ધંધા અર્થે વ્યાજે 10 લાખ રુપિયા કદિરભાઈ પાસેથી લીધા હતા. જો કે, કદિરભાઈના ભાઈ અખિલેશ,મોગલ,મણીભાઈ અને મુકેશભાઈ પાસેથી પણ તેઓ વધુ પૈસાની જરુર હોવાથી લીધા હતા. આ લોકોને સુજીતભાઈએ વ્યાજની રકમ મુડી કરતા પણ વધારે ચુકવી દીધી હતી. તેમ છતાય આ વ્યાજખોરો વારવાર ફોન કરી પૈસાની માંગણી કરતા અને તેમની ધાકધમકી પણ આપતા અને તેમની છોકરીને લઈ બિભત્સ વાતો પણ કરતા હતા.

ગત ગુરુવારના રોજ સુજીતભાઈને તેમના મિત્રની અવસાનની જાણ થઈ હતી. તેથી તે ત્યા ત્યા ગયા હતા. જો કે, પરત ફરવામાં તેમને ઘણી વાર થઈ તા તેમની પત્નિ નવા ઘરે તેમને શોધવા માટે પહોંચી હતી. દરવાજો ખોલતા જ સુજીતભાઈએ ફીનાઈલ પી લેતા તે બેભાન અવસ્થામાં જમીન પર પડ્યા હતા. તેમની પત્નિએ તાત્કાલિક 108ને જાણ કરી હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ફિનાઈલ પીતા પહેલા તેઓએ એક ચીઠ્ઠીમાં લખ્યું હતું કે,” મે વ્યાજે પૈસા લીધા હતા, તે તમામ લોકોને મુડી કરતા પણ વધુ વ્યાજ ચૂકવી આપ્યું છે. જો કે તેમ છતા પણ આ વ્યાજખોરો વધુ વ્યાજની માંગણી કરીને હેરાન કરી રહ્યા છે. ધાકધમકી આપી રહ્યા છે, તેથી હું આ પગલુ ભરી રહ્યો છું

(8:14 pm IST)