Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

કોરોનાના જુદા વેરિયન્ટને લઈને રાજ્યનું તંત્ર ચિંતામાં

મ્કોવિડ-૧૯ના જુદા વેરિઅન્ટના કેસ સામે આવ્યા : સરહદી જિલ્લાઓમાં રેન્ડમ ટેસ્ટિંગ, ખાનગી ડોક્ટર્સને દર્દીમાં અલગ લક્ષણ દેખાય તો જાણ કરવા સુચના અપાઈ

અમદાવાદ, તા.૨૦ : યુકે, સાઉથ આફ્રિકા અને બ્રાઝિલમાંથી કોવિડ-૧૯ના જુદા જુદા વેરિઅન્ટના કેસ સામે આવ્યા પછીજેનો પ્રથમ કેસ ભારતમાં નોંધાઈ ચૂક્યો છેત્યારે મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા નવા કોરોના કેસ વચ્ચે આરોગ્ય વિભાગ પણ રાજ્યમાં સંભવિત નવા પ્રકારના કોરોના વાયરસના સંક્રમણને ચકાસવા માટે તૈયારી કરી રહ્યો છે.

અહેવાલો અનુસાર નવા પ્રકારના વાયરસથી દર્દીમાં વહેલી તકે ન્યુમોનિયના લક્ષણો ડેવલોપ થાય છે. જેથી જો તાત્કાલિક અને સમય રહેતા કોરોના સંક્રમણની ખબર પડે તો આનાથી સંક્રમિત દર્દીનો મૃત્યુદર વધી શકે છે. આવા કેટલાક કેસ મહારાષ્ટ્રના અકોલા, અમરાવતી અને યવતમાલમાં નોંધવામાં આવ્યા છે. જોકે શુક્રવારે મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે દાવો કર્યો કે તેમને ત્યાં કોરોના વાયરસના આવા કોઈ નવા પ્રકાર મળ્યા નથી. દેશમાં હોય તેના કરતા જરા પણ અલગ વાયરસ નથી અને ચોક્કસપણે વિદેશી તો નથી .

પડોશી રાજ્યમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે ગુજરાતના પ્રિન્સિપાલ આરોગ્ય સચીવ જયંતિ રવીએ જણાવ્યું કે દરેક જિલ્લાના કલેક્ટર અને શહેરોના કમિશનર સાથે વિભાગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ખૂબ વિસ્તારમાં અંગે ચર્ચા કરી છે. તેમણે કહ્યું કે, અમારી તૈયારી બાજુના રાજ્યમાં વધતા કેસને લઇને મર્યાદિત નથી. પરંતુ કોરોના વાયરસના દરેક પ્રકારના વેરિયન્ટ સામે સાવચેતી રાખી રહ્યા છે. અમે સરહદી જિલ્લાઓમાં રેન્ડમ ટેસ્ટિંગ કરવા માટે પણ કહ્યું છે.' સાથે તેમણે ઉમેર્યું કે પ્રાઇવેટ ડોક્ટર્સને પણ તેમની પાસે આવતા દર્દીઓમાં જો કંઈ અલગ લક્ષણો દેખાય તો તાત્કાલિક જાણ કરવા માટે કહેવા છે.

રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓએ કહ્યું કે પહેલાની સ્ટ્રેટેજી ઇન્ફ્લુએન્ઝા લાઈક ઈલનેસ(એલઆઈએલ) અને સીવીઅર એક્યુટ રેસ્પિરેટરી ઇલનેસ(એસએઆરઆઈ)ને ફરી કાર્યાન્વિત કરવામાં આવી છે. જેમાં ૧૦૪ અને ૧૦૮ ઇમર્જન્સી સર્વિસના ડેટા પર પણ આવા કેસને ઓળખી કાઢવા માટે નજર રાખવામાં આવી રહી છે.

 ઉચ્ચ અધિકારીઓએ કહ્યું કે આવા દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને શોધી કાઢવા માટે ઇતિહાસ સોફ્ટવેર નામથી જાણિતી ટેક્નોલોજીને પણ કાર્યરત કરવામાં આવશે. ગુરુવારે યોજવામાં આવેલ ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર (સીડીએચઓએસ)ની બેઠકમાં પણ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

(8:45 pm IST)