Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

રાજપીપળા આરબ ટેકરા રહેણાંક મકાનને અડીને જતા ઇલેક્ટ્રિક જીવંત વાયર જોખમી હોવા છતાં લાલીયાવાડી

6 મહિનાથી મકાન માલિકે વાયર હટાવવા વીજ કંપનીમાં અરજી આપવા છતાં કોઈજ કાર્યવાહી થઈ નથી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં અનેક જગ્યાઓ પર વીજ પોલ પર વીજ કંપનીના જીવંત વાયરો જોખમી રીતે લટકતા જોવા મળતા હોવા છતાં અધિકારીઓ આ માટે કોઈજ કાર્યવાહી ન કરતા ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે તેમ છે.આરાબ ટેકરા મસ્જિદ પાછળના એક રહેણાંક મકાનને અડીને જીવંત વાયર પસાર થતો હોય આ મકાન માલિક મહિલા હનીફાબાનું મનસુરખાન બલુચીએ લગભગ 6 મહિનાથી આ જોખમી વાયર હટાવવા વીજ કંપનીમાં અરજી આપી હોવા છતાં આજદિન સુધી વીજ કંપની દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોય આ મકાનમાં રહેતા કે આવતા જતા બાળકો માટે વાયર જીવલેણ સાબિત થઈ શકે તેમ હોવા છતાં વીજ કંપનીની આવી લાલીયાવાડીથી સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયેલો જોવા મળે છે.

અરજદાર હનીફાબાનુંએ રોષ વ્યકત કરતા જણાવ્યું હતું કે આ જીવલેણ વાયર ક્યારેક કોઈ બાળક માટે જોખમી છે માટે મેં અરજી આપ્યાને 6 મહિના જેવો સમય થવા છતાં વીજ કંપની દ્વારા કોઈ કામગીરી થઈ નથી તો ક્યારેક કોઈ દુર્ઘટના બનશે તો તે માટે જવાબદાર કોણ..?

(10:50 pm IST)