Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

ગોપાલપુરા ગામના તળાવ ફળીયામાંથી 2 મો.સા.ની ચોરી થતા વાહન માલિકોમાં ફફડાટ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના ગોપાલપુરા ગામના તળાવ ફળીયા માંથી એક સાથે બે બાઇકોની ચોરીની ઘટના પોલીસ ચોપડે નોંધાતા વાહન માલિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોપાલપુરા ગામમાં રહેતા રાજુભાઇ બકોરભાઇ વલવી ની ફરિયાદ મુજબ તેમની મો.સા.નં. ( ૧ ) GJ -22.F.0320 ની કિંમત રૂપિયા આશરે ૨૦૦૦૦ તથા મો.સા.નં. ( ર )GJ.22.D.O453ની કિંમત રૂપિયા આશરે ૧૫૦૦૦ જે બન્ને મો.સા.કુલ રૂપિયા ૩૫ooo ની પોતાના ઘરના આંગણે રિંગ લોક કરી પાર્ક કરેલ હતી જે કોઇ અજાણયા ચોર ચોરી કરી લઈ ગયો હોય રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:53 pm IST)