Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

તિલકવાડા તાલુકાના નમારીયા ગામમાંથી બે સગીર વયની સહેલીઓને ભગાડી જનાર યુવાન વિરુદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના નમારીયા ગામમાંથી સગીર વયની દીકરી તથા તેની બહેનપણીને ભગાડી જનાર યુવાન વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નમારીયા ગામમાં લગ્નમાંથી આ ફરીયાદીની સગીર વયની દત્તક દિકરીને પટાવી ફોસલાવી વાલીપણામાંથી ભગાડી લઇ જનાર જયેશ ઉર્ફે યોગેશ ભાઇ ચંદુભાઇ બારીયા (રહે.સાહેબપુર,તા તિલકવાડા) સગીર દીકરી સાથે તેની સગીર વયની બહેનપણીને પણ સાથે લઇ ગયો હોવાની ફરિયાદ નોંધાતા તિલકવાડા પોલીસે યુવાન વિરુદ્ધ ગુનો નોંધી બંને સગીર વયની દીકરીઓ અને ભગાડી જનાર યુવાનની શોધખોળ શરૂ કરી છે.

(11:00 pm IST)