Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

દેડીયાપાડામાં મતદાન જાગૃત્તિ અંગે શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આગામી તા.૨૮ મી ફેબ્રુઆરીને રવિવારના રોજ નર્મદા જિલ્લા પંચાયત /તાલુકા પંચાયત અને રાજપીપલા નગરપાલિકાની યોજાનારી સામાન્ય ચૂંટણીઓ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડી.એ.શાહની સૂચના અને માર્ગદર્શન હેઠળ સ્વીપ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે મતદાન જાગૃત્તિ માટે તા.૨૩ મી ફેબ્રુઆરી ૨૦૨૧ ને મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે એસ.ટી.બસ સ્ટેન્ડ, દેડીયાપાડા અને લીમડા ચોક, દેડીયાપાડા ખાતે N.S.S શાળાઓના બાળકો દ્વારા શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો પ્રજાજનોને લાભ લેવા જિલ્લા શિક્ષણાધિકારી, નર્મદા તરફથી જણાવાયું છે

(11:01 pm IST)