Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

દેહગામ પાસે આઈસર ચાલકે એક્ટિવાને અડફેટે લેતા બે યુવકોના ઘટનાસ્થળે મોત

મૃતકમાં એક યુવક દહેગામનો જ્યારે બીજો યુવક પાલજનો રહેવાસી : અકસ્માત બાદ આઇસર ચાલક ફરાર

ગાંધીનગર : દહેગામના પાલૈયા બાયડ રોડ પર આઇસર અને એક્ટિવા વચ્ચે ભીષણ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા જમા થઇ ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગળના કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત થતી માહિતી મુજબ મૃતક યુવકોની ઉમર 20 વર્ષની છે. મૃતકમાં એક યુવક દહેગામનો જ્યારે બીજો યુવક પાલજનો હોવાનું જાણવા મળ્યું છે. બંને યુવકોના પરિવારને ઘટનાની જાણ થતાં શોકનો માહોલ છવાઇ ગયો હતો

દહેગામ પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા મુજબ દહેગામનાં સાહિલ સૈયદઅલી અને પાલજનાં જયેશ અરવિંદભાઈ શર્મા શનિવારે એક્ટિવા નંબર-GJ 18 DH 7190 લઈને કોઈ કામ અર્થે પાલૈયા બાયડ રોડ તરફ પસાર થઈ રહ્યા હતા. ત્યારે બાયડ ત્રણ રસ્તા પાસે સામે બાજુથી આવતી પૂર ઝડપે આઈસર (ટ્રક નંબર – Gj01CZ3108)એ એક્ટિવા ચાલકને સામેથી ધડાકાભેર ટક્કર મારી હતી. અકસ્માત થતા બન્ને યુવાનોનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે

અકસ્માતની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. અકસ્માતના કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી શરૂ કરી હતી. અકસ્માતની જાણ થતાં બંને યુવાનોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માત કર્યા બાદ ડ્રાઇવર ટ્રક મુકી નાસી ગયો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.

આ અંગે તપાસ કરનાર પી.એસ.આઇ વિજયસિંહ રહેવરે જણાવ્યું હતું કે, એકટીવા અસરની વચ્ચે થયેલા અકસ્માતમાં આશરે ૨૦ વર્ષીય બે યુવાનોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તેની તબક્કાવાર વિગતો મેળવવામાં આવી રહી છે હાલમાં બંને યુવાનોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે લઈ જવામાં આવી રહ્યા છે અને વધુ તપાસ ચાલી રહી

(12:49 am IST)