Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

ગુજરાતમાં 18 વર્ષથી વધુ વયના યુવાનોના વેક્સિનેશન માટે વિગતવાર આયોજન કરવા અધિકારીઓને સુચના

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપ્યા: કોર કમિટીની બેઠકમાં યુવાનોના વેક્સિનેશન માટે ચર્ચા વિચારણા કરાઈ

અમદાવાદ :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તા. 1લી મે, 2021થી 18 વર્ષથી વધુ વયના યુવાનોને વેક્સિન આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારીને  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપ્યા હતા. કોરોના સામે લડવા માટે વેક્સિન એક અમોઘ શસ્ત્ર છે ત્યારે રાજ્ય સરકાર ખૂબ જ ઝડપથી આયોજનબદ્ધ રીતે 18 વર્ષથી વધુ વયના યુવાનોનું વેક્સિનેશન શરૂ કરશે એમ તેમણે કહ્યું હતું.
વેક્સિનેશનના ત્રીજા તબક્કામાં 18 વર્ષથી વધુ વયના યુવાનોના વેક્સિનેશન અંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની બેઠક બાદ કેન્દ્ર સરકારે નિર્ણય જાહેર કર્યો હતો. ગાંધીનગર ખાતે દરરોજ નિયમિત રીતે યોજાતી કોર કમિટીની બેઠકમાં કેન્દ્ર સરકારના આ નિર્ણય સંદર્ભે તાત્કાલિક વિચારણા હાથ ધરવામાં આવી હતી.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના વરિષ્ઠ અધિકારીઓને 18 વર્ષથી વધુ વયના યુવાનોના વેક્સિનેશન માટે તાત્કાલિક વિગતવાર આયોજન કરવાની સૂચનાઓ આપી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાત ઝડપથી આ માટેની વ્યવસ્થાઓ કરશે.

(9:37 pm IST)
  • કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો. હર્ષવર્ધનની જાહેરાત : COVID19 પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ (PMGKP) હેઠળની વીમા યોજના, આરોગ્ય સેવા આપતા કર્મચારીઓ માટે આજથી વધુ 1 વર્ષ માટે લંબાવવામાં આવી છે. access_time 11:31 pm IST

  • બેંકોના મુખ્ય કર્મચારી સંઘે દાવો કર્યો છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં 15,000 બેંક કર્મચારીઓને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. કોરોનાની બીજી લહેરમાં એપ્રિલ દરમિયાન છેલ્લા એક મહિનામાં 30 બેન્ક કર્મચારીઓએ જીવ ગુમાવ્યો છે. પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને મહા ગુજરાત બેંક કર્મચારી સંઘ (MGBA) એ બેંકો માંથી રોકડ ઉપાડના કલાકોમાં ઘટાડો, વધારાની રજાઓ અને કામના કલાકોમાં છૂટછાટની માંગ કરી છે. access_time 12:05 am IST

  • દિલ્હી: રાષ્ટ્રીય રાજધાનીમાં ગતરાત્રે 10 વાગ્યાથી 1 સપ્તાહના લોકડાઉનની ઘોષણા પછી રાત્રે આનંદ વિહાર બસ ટર્મિનલ અને રેલવે સ્ટેશન પર સ્થળાંતર કરી રહેલા પરપ્રાંતીય કામદારો, બીકના માર્યા પોતાના વતન જવા ઉમટી પડ્યા હતા access_time 10:00 am IST