Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

ગુજરાતમાં ૧૮ થી ૪પ વર્ષની વચ્ચેના ૩ કરોડ લોકોઃ તા. ૧ મેથી રસીકરણ

બધા કામ છોડી રસી અવશ્ય મુકાવોઃ ૬૦ ટકાથી વધુ લોકો રસી લઇ લ્યે એટલે હર્ડ ઇમ્યુનીટી વધશે : રાજયમાં અત્યાર સુધીમાં ૧.૬ કરોડ ડોઝ અપાઇ ગયાઃ ર કરોડ લોકો ૧૮ વર્ષથી નાની વયના

રાજકોટ તા.ર૦ : ભારત સરકારે તા. ૧ મેથી ૧૭ વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોનાની રસી આપવાની જાહેરાત કરતા રાજય સરકાર દ્વારા તેની તૈયારી શરૂ કરવામાં આવી છે. રાજયમાં હાલ રસીકરણ ચાલુ છે. તા.૧ મેથી મોટા સમુદાયને આવરી લેવાનો હોવાથી વિશેષ અભિયાન હાથ ધરવામાં આવશે ૪પ વર્ષથી ઉપરના લોકોને સરકારી કેન્દ્રોમાં વિનામૂલ્યે અને ખાનગીમાં રૂ. રપ૦માં રસી મુકાય છે. ૧૮ વર્ષથી ઉપરના લોકો માટે કિંમત કે નિઃશુલ્ક તેની સરકાર હવે જાહેરાત કરશે. રાજયમાં ૧૮ થી ૪પ વર્ષની વચ્ચેના ૩ કરોડ લોકો હોવાનો અંદાજ છે.

૦ થી ૧૮ વર્ષની વચ્ચેના લોકોની સંખ્યા ૧ાા થી ર કરોડ છે. ૧ાા કરોડ લોકો ૪પ થી ૬૦ વર્ષ વચ્ચેના છે.૧૮ થી ૪પ વર્ષ વચ્ચે કુલ વસતીનો અડધાથી વધુ ભાગ આવે છે આવા લોકોની સંખ્યા ૩ કરોડ આસપાસ હોવાનો અંદાજ સરકારી વર્તુળો દર્શાવી રહ્યા છે.

રાજયમાં અત્યાર સુધીમાં ૧.૬ કરોડ ડોઝ અપાઇ ગયા છે. પપ૦૦ થી વધુ કેન્દ્રોમાં રસી આપવા માટે ૧પ હજાર કર્મચારીઓ કાર્યરત છે. અત્યાર સુધીમાં રાજયમાં ર૦ ટકા જેટલા લોકોએ રસી લીધી છે. ૬૦ ટકાથી વધુ રસીકરણ થયા બાદ હર્ડ ઇમ્યુનીટી વધુ વિકરાશે કોરોના સામે મજબુતાઇથી લડવા માટે રસી અચુક મુકવાવી જોઇએ તેમ તબીબી વર્તુળોનુ કહેવુ છે.

(12:47 pm IST)