Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

મહેસાણામાં ગુરૂવારથી સ્વૈચ્છિક લોકડાઉન : ૨ મે સુધી બજારો બંધ

ટાઉન હોલ ખાતે નગરપાલીકા પ્રમુખ અને વેપારી સંગઠનના પ્રતિનિધિઓની મળેલ બેઠકમાં નિર્ણય

રાજકોટ તા. ૨૦ : કોરોના સંક્રમણની વધતી ગતિ ધ્યાને લઇ મહેસાણાના વેપારી સંગઠનોએ સાથે મળી ગુરૂવારથી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય જાહેર કરેલ છે.

આમ તો સોમવારથી દરરોજ સવારથી બપોરે ર વાગ્યા સુધી ધંધા રોજગાર ખુલ્લા રાખવા અને બપોર બાદ બંધ રાખવા તેવો નિર્ણય પહેલા લેવાયો હતો.

દરમિયાન આજે નગરપાલીકા પ્રમુખ અને વેપારી સંગઠનના પ્રતિનિધિઓની ટાઉનહોલ ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં સૌની સહમતીથી બે દિવસ આખો દિવસ ધંધા ખુલ્લા રાખવા અને બાદમાં તા. ૨૨ ના ગુરૂવારથી લઇને ર મે સુધી સંપૂર્ણ આખો દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરવા નિર્ણય જાહેર કરાયો હોવાનું વેપારી અગ્રણી કાનાભાઇએ જણાવેલ છે. આમ મહેસાણાની તમામ બજારો તા. ૨૨ થી ર જી મે એટલે કે ૧૧ દિવસ સુધી સંપૂર્ણ બંધ રહેશે.

(3:11 pm IST)