Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

૭ જિલ્લાઓમાં કોવિડ હોસ્‍પિટલના તમામ બેડ હાઉસફૂલ

જામનગર અને રાજકોટ મહાનગરપાલિકા વિસ્‍તારમાં પણ સ્‍થિતિ ગંભીર : ગુજરાત સરકારનો સ્‍વીકાર

અમદાવાદ, તા.૨૦: ગુજરાતમાં કોરોનાએ માઝા મૂકી છે ૧૧૭ લોકોના મોત થયા છે. ત્‍યારે હાઈકોર્ટમાં આ અંગે સુઓમોટોની અરજી થઈ જે અંગે આજે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંધનામુ રજૂ કર્યુ હતુ અને હાલ તેની સુનાવણી ચાલી રહી છે ત્‍યારે એક એવી ઘટના સામે આવી છે જેમાં ખુદ ગુજરાત સરકારે ગુજરાતના ૭ જિલ્લામાં કોવિડ હોસ્‍પિટલો હાઉસફૂલ હોવાની વાત સ્‍વીકારી છે.

ગુજરાત સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલી એફિડ઼ેવિટમાં ઉલ્લેખ કર્યો છે કે, રાજયની કોવિડ હોસ્‍પિટલમાં કુલ ૫૦૬૯૫ બેડમાંથી ૪૨૭૫૮ એટલે કે, ૮૪ ટકા બેડ દર્દીઓથી ભરાયેલા છે. વળી અમરેલી, ખેડા, મોરબી, પોરબંદર, સુરેન્‍દ્રનગર, પાટણ, વલસાડની હોસ્‍પિટલમાં દર્દી માટે જગ્‍યા નથી એટલે કે આ સાત જિલ્લાઓમાં તમામ બેડ હાઉસફૂલ છે.

હાઇકોર્ટે કરેલા સુઓમોટોમાં રાજય સરકારે કરેલી કબૂલાત મુજબ

અમરેલી,  ખેડા,  મોરબી,  પોરબંદર, સુરેન્‍દ્રનગર, પાટણ વલસાડ

આ સાત  જિલ્લાની કોવિડ હોસ્‍પિટલોના તમામ એટલે કે, ૧૦૦ ટકા બેડ દર્દીઓથી ભરાઇ ગયા છે. જયારે બોટાદ, જામનગર અને રાજકોટ મહાનગરપાલિકા વિસ્‍તારમાં આવેલી કોવિડ હોસ્‍પિટલોમાં અનુક્રમે ૯૫, ૯૯ અને ૯૭ ટકા બેડ પર દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. આમ પરિસ્‍થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે.

(4:13 pm IST)