Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

વિરમગામ એપીએમસી ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

થેલેસેમિયા પીડીત બાળકો માટે આયોજીત રક્તદાન કેમ્પમાં ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંતભાઇ કોરાટ ઉપસ્થિત રહ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : વિરમગામ શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા એમીએમસી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. થેલેસેમિયા પીડીત બાળકો માટે આયોજીત રક્તદાન કેમ્પમાં ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંતભાઇ કોરાટ ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન કેમ્પ ઉપરાંત માસ્ક વિતરણ, શિવ મહેલમાં લાકડા આપવા, રસીકરણ કેન્દ્રની મુલાકાત સહિતના કાર્યક્રમ યોજાયા હતા.

 આ કાર્યક્રમમાં પ્રશાંતભાઇ કોરાટ, નવદિપસિંહ ડોડીયા, નરેશભાઇ શાહ, કિરીટસિંહ ગોહિલ, દિગ્વિજયસિંહ બારડ, રણધીરસિંહ પઢેરીયા, યોગેન્દ્રસિંહ ગોહિલ, મિલનભાઇ ઠક્કર, મયુરભાઇ ચાવડા, મહેશભાઇ દેસાઇ, દિપકભાઇ ડોડીયા, વિરમગામ નગરપાલીકાના કાઉન્સિલરો, તાલુકા પંચાયત સદસ્ય સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(6:09 pm IST)