Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

વિરમગામ ખાતે ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખે કોવિડ રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી

૪૫ વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓને રસી લેવા માટે પ્રોત્સાહીત કરાયા, કોવીશીલ્ડ વેક્સીન લીધા પછી પણ કોવીડ પ્રોટોકોલ જાળવવો જરૂરી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : અર્બન હેલ્થ સેન્ટર વિરમગામ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરકથલ, કુમરખાણ, મણીપુરા, ગોરૈયા, વાંસવા દ્વારા વિરમગામ તાલુકામાં ૪૫ વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ માટે કોવીશીલ્ડ વેક્સિન વિવિધ રસીકરણ કેન્દ્રો પર આપવામાં આવી રહી છે ત્યારે વિરમગામ ખાતે ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંતભાઇ કોરાટ દ્વારા કોવિડ રસીકરણ કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. ૪૫ વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓને રસી લેવા માટે પ્રોત્સાહીત કરાયા અને કોવીશીલ્ડ વેક્સીન લીધા પછી પણ કોવીડ પ્રોટોકોલ જાળવવો જરૂરી હોવા અંગે માહીતી આપી હતી.

 રસીકરણ કેન્દ્ર પર નવદિપસિંહ ડોડીયા, કિરીટસિંહ ગોહિલ, દિગ્વિજયસિંહ બારડ,  રણધીરસિંહ પઢેરીયા, યોગેન્દ્રસિંહ ગોહિલ, મિલનભાઇ ઠક્કર, મયુરભાઇ ચાવડા, દિપકભાઇ ડોડીયા, મહેશભાઇ દેસાઇ,  નીલકંઠભાઇ વાસુકિયા, કાર્યકર્તાઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

   અત્રે ઉલ્લેખનિય છે કે, વિરમગામ તાલુકામાં રસીકરણ અભિયાનને સફળ બનાવવા માટે વહિવટી તંત્ર ઉપરાંત સંસ્થાઓ, સામાજિક કાર્યકરો, જ્ઞાતિના આગેવાનો, સંતો મહંતો લોકો દ્વારા અમૂલ્ય સહયોગ આપવામાં આવી રહ્યો છે. કોવીશીલ્ડ વેક્સીન લીધા પછી પણ કોવીડ પ્રોટોકોલ જાળવવો જરૂરી છે. જેમ કે, માસ્કનો ઉપયોગ કરવો, સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવા, હાથ મિલાવવાના બદલે નમસ્કાર દ્વારા અભિવાદન કરવું, વ્યક્તિઓ વચ્ચે   સોશિયલ ડિસ્ટન્સ  રાખવું. ગભરાહટ નહીં, સમજદારી અને સતર્કતા એ જ આપણી સલામતી છે. બાકી રહી ગયેલા ફ્રન્ટલાઇન કોરોના વોરીયર્સ અને ૬૦ વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓને પણ રસી આપવામાં આવી રહી છે.

(6:10 pm IST)
  • શાપર - વેરાવળ - મેટોડા - આજી જીઆઈડીસી રાજકોટ ઍન્જીનિયરીંગ ઍસોસીઍશનના તમામ ઔદ્યોગિક ઝોન બુધ-ગુરૂ બે દિવસ બંધ રહેશે : કોરોનાની મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તા. ૨૧ અને ૨૨ (બુધ - ગુરૂ) માટે શાપર - વેરાવળ - મેટોડા - આજી જીઆઈડીસી રાજકોટ ઍન્જીનિયરીંગ ઍસોસીઍશનના ઔદ્યોગિક ઝોનના તમામ ઍકમો બંધ રહેશે તેમ શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ ઍસોસીઍશનના રમેશભાઈ ટીલાળા, રતિલાલ સાડરીયા અને કિશોરભાઇ પટેલે જણાવ્યુ છે access_time 1:04 pm IST

  • છેલ્લા 24 કલાક દરમ્યાન દેશમાં 1,45,000 થી વધુ લોકોએ કોરોનાનો મહાત કર્યો : જ્યારે 2,71,000 થી વધુ નવા કેસ અને 1780 થી વધુ દુઃખદ મૃત્યુ નોંધાયા છે : રાત્રે 10.15 વાગ્યાની સ્થિતિએ હજુ 6 રાજ્યોના છેલ્લા 24 કલાકના નવા કેસ રિપોર્ટ કરવાના બાકી છે. access_time 10:59 pm IST

  • 1 મે થી COVID-19 રસી 18 વર્ષની ઉપરના તમામ લોકો લઈ શકશે : રસી ઉત્પાદકો પૂર્વ ઘોષિત ભાવે ખુલ્લા બજારમાં પણ વેચી શકશે : PIBની વેબસાઇટ પર એક અખબારી યાદી મુજબ, રસી ઉત્પાદકોને તેમની રસી ઉત્પાદન ક્ષમતાનો 50% જથ્થો, રાજ્ય સરકારોને અને ખુલ્લા બજારમાં પૂર્વ ઘોષિત ભાવે મુક્ત રીતે વહેંચવાની સત્તા આપવામાં આવશે. access_time 9:57 pm IST