Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

રાજપીપળા કરજણ નદી પર બનેલા નવા બ્રિજનો પીલ્લર બેસી જતા બંને તરફ તિરાડો : ભ્રષ્ટાચારની બૂમ

એકાદ વર્ષ પહેલાં બનેલા રાજપીપળા રામગઢ ગામને જોડતા બ્રિજમા થયેલાં ભ્રષ્ટચારની ચાડી ખાતા આ બ્રિજનો એક પીલ્લર બેસી જતા જોખમી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના કરજણ ઓવરાને અડીને બનેલો કરજણ નદી ઉપર બનેલા બ્રિજનું બાંધકામ ચાલી રહ્યું હતું જે પૂર્ણ થતાં બ્રિજ ખુલ્લો મુક્યો તેને હજી ઉપયોગ મા લેવાયાને એક વર્ષ પણ નથી થયું ત્યાંજ પુલનો એક પીલ્લર બેસી જતા વચ્ચેના બ્લોકમા બંને તરફ તિરાડો પડેલી જોવા મળી હતી, રીતસરનો બ્લોક બેસી ગયો હોય તેમ જણાઈ રહ્યું છે. રાજપીપળા અને રામગઢને જોડતો આ બ્રિજ પહેલાં થીજ વિવાદમાં રહ્યો છે, આ બ્રિજ મુદ્દે ભરૂચના સાંસદ અનેક વખત ટિપ્પણીઓ કરી ચુક્યા છે.કરજણ નદી ઉપર બનેલા આ પુલના વપરાશને એક વર્ષ નથી થયું ત્યાં પોપડા અને તિરાડો પડવા માંડતા એના આયુષ્ય ઉપર સવાલો ઉભા થઇ રહ્યા છે.
બ્રિજ નું બાંધકામ કરતી કંપની પણ લેબર મજૂરોને સેફટીના સાધનો વગર કામ કરાવતા એક મજૂર પડી જતા ઇજા પામ્યાનો બનાવ પણ બન્યો હતો તેમ છતાં તંત્રના અધિકારીઓના આશીર્વાદ હેઠળ બનેલો આ બ્રિજ કેટલો ટકશે તે હાલ તેની હાલત પરથી જોવા મળી રહ્યું છે.તો લાગતા વળગતા અધિકારીઓ આ બાબતે કાર્યવાહી કરશે કે કોઈનો ભોગ લેવાયા બાદ આળસ ખંખેરશે.??
 જોકે આ બાબતે આર એન્ડ બી રાજપીપળા ના ઈજનેર તરુણ ભાઈ પટેલે જણાવ્યું કે પીલ્લર નથી બેસી ગયો પુલ ના વચ્ચે ના જોઈન્ટ માં કોઈ ક્ષતિ ના લીધે તિરાડો પડી છે પરંતુ અમે સ્થળ નિરીક્ષણ કર્યું છે.

(11:18 pm IST)