Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

કારેલી ગામમાં ડી.જે.બંધ કરાવવા ગયેલી પોલીસને રસ્તામાં દારૂના નશામાં જતો વ્યક્તિ મળતા ગુનો નોંધ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગરુડેશ્વર તાલુકાના કારેલી ગામમાં રાત્રીના સમયે ડી.જે વાગતું હોવાની વરદીમાં નીકળેલી પોલીસને રસ્તામાં દારૂના નશામાં લથડીયા ખાતો વ્યક્તિ મળતા તેને ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ રવિવારે રાત્રે ગરુડેશ્વર પોલીસ પેટ્રોલિંગ માં નીકળી હતી ત્યારે કારેલી ગામમાં ડીજે વાગે છે એ બંધ કરાવવા વરદી મળતા પોલીસ ત્યાં જતી હતી ત્યારે રસ્તામાં દારૂના નશામાં લથડીયા ખાતો રતનભાઈ લક્ષમણ ભાઈ તડવી,રહે. કારેલી મળી આવતા તેને ઝડપી પોલીસે કાયદેસર કાર્યવાહી કરી હતી.

(11:20 pm IST)