Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

ઝરીયા ગામે નજીવી બાબતે કુહાડી માથામાં મારી ઇજા કરી ધમકી આપનાર વિરુદ્ધ ફરિયાદ દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગરુડેશ્વર તાલુકાના ઝરીયા ગામમાં નજીવી બાબતે એક વ્યક્તિને કુહાડી મારી ઇજા કરી મારી નાંખવાની ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ કેવડીયા પોલીસ મથકે ફરિયાદ થવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજેશભાઇ શાંતીલાલભાઇ તડવી,રહે - ઝરીયા એ આપેલી ફરિયાદ મુજબ તેના ગામના પ્રવીણભાઇ સુમનભાઇ તડવી એ જણાવેલ કે ગામમાં રહેતાં વીષ્ણુભાઇ મોહનભાઇ તડવી ના ધરે કેમ સારા સંબંધ રાખે છો તેમ કહીં ગાળૉ બોલી કુહાડી વડે માથાના મારી ઇજા કરી શરીરે ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી જતા કેવડીયા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે

(11:21 pm IST)