Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

રાજપીપળાની કોવિડ હોસ્પિટલ ખાતે કોરોના સંક્રમિત દરદીઓને માટે હેલ્પ ડેસ્કની કરાયેલી વ્યવસ્થા

નર્મદા જિલ્લામાં કોરોના દરદીઓના સ્વાસ્થ્ય અંગે તમામ માહિતી મેળવવાં મો.૯૯૦૪૨૮૭૮૨૫ તેમજ લેન્ડલાઇન નં-૦૨૬૪૦-૨૨૧૯૩૦ ઉપર સંપર્ક સાધવા અનુરોધ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : વૈશ્વિક કોરોના મહામારીની પ્રવર્તમાન  પરિસ્થિતિને અનુલક્ષીને રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે કોરોના સંક્રમિત દરદીઓને  કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે હેલ્પ ડેસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં દરદીઓના સગા સંબંધીઓ દ્વારા માંગવામાં  આવતી  જરૂરી  માહીતી પુરી પાડવા ૨૪ x ૭ હેલ્પ ડેસ્કની સેવા મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાના અધિકારીઓ, મહેસૂલી કર્મચારીઓ તેમજ આરોગ્ય તંત્ર દ્વારા પણ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે.

 

હેલ્પ ડેસ્ક પર કોઈપણ પ્રકારની માહિતી અથવા માર્ગદર્શન મેળવવા માટે મો.૯૯૦૪૨૮૭૮૨૫ તેમજ લેન્ડલાઇન નં-૦૨૬૪૦-૨૨૧૯૩૦ જાહેર કરવામાં આવેલ છે. આ નંબરો ૨૪x ૭ કાર્યરત રહેશે. આ નંબર પર સંપર્ક  સાધવાથી કોવિડ કેર સેન્ટર પરના ફરજ પરના અધિકારી તેમજ સારવાર મેળવી રહેલા કોરોનાગ્રસ્ત દરદીઓના સ્વાસ્થ્ય  અંગે માહિતી મેળવી શકાશે,તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.

(11:29 pm IST)