Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

સુરતના કાપોદ્રા વિસ્તારમાં મહિલા સાથે બાળકે ઝેરી દવા ગટગટાવી લેતા અરેરાટી મચી જવા પામી

સુરત: કાપોદ્રા વિસ્તારમાંથી બુધવારે બપોરે મહિલા અને બાળક સાથે  ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં માતા પુત્રના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. જોકે ગરમીના દિવસોમાં મગજ બરાબર નહી રહેતા સરથાણાની મહિલાએ ઝેરી દવા પીને બાળકને ઝેર પીડાવ્યુ હતું.  પોલીસ પાસેથી મળેલી વિગત મુજબ કાપોદ્રા વિસ્તારમાં ઝડફિયા સર્કલ પાસે બુધવારે બપોરે ૩૦ વર્ષીય એક અજાણી મહિલા અને તેમની પાસે બે વર્ષના બાળક ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જોકે કાપોદ્રા વિસ્તારમાં કાપોદ્રા પોલીસ મથકના પી.આઇ એન.એમ ચૌધરી પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે સમયે ઝડફિયા સર્કલ પાસે ધણા લોકો એકત્ર ગયા હતા. જેમાં કેટલાક વ્યકિત મોબાઇલમાં ફોટો અને વિડીયો પણ ઉતારતા હતા. જોકે પી.આઇ તરત ધસી ગયા હતા. ત્યારે મહિલા અને બાળક બેભાન હાલતમાં હોવાથી તરત સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં મહિલાના મોત બાદ આજે  વહેલી સવારે બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તપાસકર્તા કાપોદ્રા પોલીસ મથકના પી.એસ.આઇ એસ.સી ચૌધરીએ જણાવ્યુ હતુ કે પી.આઇની સુચનાથી મહિલા અને બાળકા ઓળખ થાય તે માટે ડી સ્ટાફ સહિતના પોલીસજવાનોની ટીમ આજુ બાજુના વિસ્તારમાં અને સોસાયટીમાં તપાસ કરી હતી. બાદમાં પોલીસ મથકોમાં આ અંગે વાયરલેસ પર મેસેજ પાસ કર્યો હતો. તે દરમિયાન સરથાણા પોલીસ મથકમાં મહિલા અને બાળક ગુમ થવા અંગેની જાણ કરવા તેમના પરિવારના સભ્યો અને સબંધી પહોંચ્યા હતા. ત્યારે પોલીસે તેઓનેે સ્મીમેર હોસ્પિટલ જવાનું કહ્યુ હતુ.

(6:39 pm IST)