Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

વડોદરામાં જમનાબાઈ હોસ્પિટલની પાછળ એપાર્ટમેન્ટમાં જવેલર્સના બંધ મકાનને ટાર્ગેટ બનાવી તસ્કરોએ 43 હજારની મતાની ઉઠાંતરી કરતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરની જમનાબાઇ હોસ્પિટલની પાછળ આવેલ મેમણ એપાર્ટમેન્ટમાં જવેલર્સના બંધ મકાનને ટાર્ગેટ કરી અજાણ્યા તસ્કરો સોનાની ચેન, રોકડા રૂપિયા સહિત 43 હજારની મત્તા ચોરી નાસી છૂટયા હોવાનો બનાવ સામે આવ્યો છે. જોકે સમગ્ર ઘટના એપાર્ટમેન્ટના સીસીટીવી ફુટેજમાં કેદ થઈ જતા ફરિયાદના આધારે વાડી પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. જમનાબાઇ હોસ્પિટલની પાછળ મેમણ એપાર્ટમેન્ટમાં રહેતા મહંમદ ફારૂક અબ્દુલકાદર મેમણ માંડવી ખાતે જ્વેલર્સની દુકાન ધરાવે છે. ગઈકાલે તેઓ દુકાન પર હોય પત્ની  ઘરના દરવાજાને તાળું મારી નજીકમાં સગાઈ પ્રસંગે પહોંચી હતી. આ દરમિયાન પાડોશીએ મકાનનો દરવાજો ખુલ્લો હોવાની જાણ કરતા તેઓ પરત  દોડી ગયા હતા. અને તપાસ કરતા દરવાજાનું લોક તૂટેલુ જણાઇ આવ્યું હતું . અને બેડરૂમમાં કબાટનો નકુચો તોડી ચોર ખાનામાંથી રૂપિયા 5 હજારની કિંમતની સોનાની ચેન, રોકડા રૂપિયા 10 હજાર તથા બાળકોના પીગીપેન માંથી 08 હજાર મળી કુલ 43 હજારની મત્તા ચોરી થયાની વિગતો સપાટી પર આવી હતી. એપાર્ટમેન્ટના સીસીટીવી ફૂટેજમાં તસ્કર કેદ થઇ જતા પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

(6:40 pm IST)