Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ખામાર પાસે ટ્રક ડ્રાઈવરનાં અપહરણની ફરિયાદ બાદ ટ્રક માલિકે ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ આપતા ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તાજેતરમાં નાદોદ તાલુકાના ખામર ગામ પાસે ટ્રક માલિકે ટ્રકના ચાલકને માર મારી અપહરણ કર્યાની ફરિયાદ ટ્રક ચાલકે નોંધાવી હતી ત્યારબાદ હાલમાં ટ્રક માલિકે ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા આમલેથા પોલીસે ગુનો દાખલ કર્યો છે
પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રક મલિક વિજયભાઇ વલ્લભ ભાઇ નાગેશ્રી( રહે.સુરત) એ આપેલી ફરિયાદ મુજબ તેમની હાઈવા ટ્રક નં . GJ 21 W 7105 ની ઉપર બબન મગન ગોરબંજારા ડ્રાઈવર તરીકે કામ કરતો હોય , તેનો પગાર બાકી હોય તેણે બોડેલી થી રેતી ભરી લાવી ખામર ગામે સ્વાગત હોલ પાસે ગાડી ઉભી રાખી પગાર બાબતે ફોન પર વાતચીત કરતા વિજયભાઈ એ તેને નિકળતા રૂપિયા તેના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરી આપવાનું જણાવી ગાડી સુરત લઇ જવા જણાવતા ડ્રાઈવર ગાડી સુરત લઈ જવા ના પાડતો હોય વિજય ભાઈ તેના મિત્રો સાથે સુરતથી પોતાની હાઈવા ટ્રક ઉભી હોય ત્યાં ખામર ગામે આવી ડ્રાઈવર પાસે ટ્રકની ચાવી માંગતા તે ગમે તેવી ગાળો બોલી વિજયભાઈ સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી તેમની હોંડા સીટી ફોર વ્હીલર ગાડી નં.GJ - 05 - JE - 8609 ની ઉપર પથ્થર મારીને ગાડીનો પાછળનો કાચ તોડી નાખી નુકશાન કરતા રાજપીપળા પોલીસે ડ્રાઈવર સામે ગુનો દાખલ કર્યો છે.

(11:29 pm IST)