Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

૨૩મીથી ૩ જુલાઈ દરમ્‍યાન સૌરાષ્‍ટ્ર- ગુજરાતભરમાં વરસાદનો સાર્વત્રીક રાઉન્‍ડ

ભારતના પશ્ચિમ કાંઠે  ૨૪ જૂન પછી ભારે થી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના જાણીતા વેધરમેન કેન્‍નીએ જણાવી છેઃ બંગાળના અખાતમાં લો પ્રેશર એરિયાના અભાવે દેશમાં જોઈએ તેવું સાર્વત્રિક ચોમાસુ હજી જામતું નથી તેમ પણ વેધર મેન કેન્ની તેમના ટ્‍વિટર હેન્‍ડલ ઉપર જણાવે છેઃ દરમિયાન ગુજરાતના એક વેધર શાષાીએ ૨૩ જૂનથી ૩ જુલાઇએ વચ્‍ચે સૌરાષ્‍ટ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના પણ દર્શાવી છેઃ જો કે ચોક્કસ વિગતો હવે આપશે તેમ પણ જણાવ્‍યું છે

(11:48 am IST)