Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

૩૫ તાલુકાઓમાં મોસમનો વરસાદ ૨ થી ૫ ઇંચ : ૪૧ તાલુકાઓ કોરાધાકોડ

ચાલ ને ભેરૂ ન્‍હાવાને, વરસાદની મોસમ છે, ધરતી સાથે વાદળના સંવાદની મોસમ છે

રાજકોટ તા. ૨૦ : રાજ્‍યમાં વરસાદની મોસમ શરૂ થઇ ગઇ છે પણ હજુ સાર્વત્રિક વરસાદ થયો નથી. અમુક વિસ્‍તારોમાં વાવણી લાયક વરસાદ થયો છે. અમુક વિસ્‍તાર વાવણી લાયક વરસાદથી વંચિત છે. રાજ્‍યના ૪૧ તાલુકાઓમાં હજુ બિલકુલ વરસાદ થયો નથી. ૧૭૫ તાલુકાઓમાં ૦ થી ૨ ઇંચ સુધી વરસાદ થયો છે. ૩૫ તાલુકાઓમાં ૨ થી ૫ ઇંચ વરસાદ પડયો છે. એક પણ તાલુકામાં મોસમનો સરેરાશ વરસાદ ૫ ઇંચથી વધ્‍યો નથી. ચોમાસુ હવે શરૂ થયું છે. આકાશ ગોરંભાયેલું છે. ગમે ત્‍યારે ચોમાસાનો અસલ રંગ દેખાશે.

રાજ્‍યમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્‍ટ્ર વિભાગમાં નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં ૧.૪૫ ટકા, ઉત્તર ગુજરાતમાં ૨.૭૬ ટકા, દક્ષિણમાં ૧.૪૫ ટકા, કચ્‍છમાં ૧.૪૦ ટકા અને સૌરાષ્‍ટ્રમાં ૪.૨૪ ટકા વરસાદ પડયો છે. સમગ્ર રાજ્‍યમાં મોસમનો કુલ સરેરાશ ૨.૫૮ ટકા વરસાદ પડયો છે તે સરેરાશ એકથી પણ ઓછો થાય છે.

આજે સોમવારે સવારે ૬થી ૧૦ સુધી રાજ્‍યમાં ૫ તાલુકાઓમાં અડધાથી ૨ ઇંચ જેટલો વરસાદ પડયો છે તે નીચે મુજબ છે. બાકીના ૧૮ તાલુકાઓમાં હળવા ઝાપટા થયા છે.

તાલુકો આજનો વરસાદ (મીમી)

ઉમરેઠ       ૪૯

વલસાડ      ૩૦

ખેરગામ (નવસારી)   ૨૦

વાપી   ૧૩

ધરમપુર        ૧૧

(11:50 am IST)