Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

રાઇટ ટુ એજયુકેશન હેઠળ ૬૪૦૪ર બાળકોને પ્રવેશઃ શાળા પુનઃ પસંદગી માટે કાલ સુધી તક

ત્રણ રાઉન્‍ડ બાદ હજુ ૭૩પ૪ જગ્‍યાઓ ખાલી

રાજકોટ તા. ર૦ આરટીઇ એસીટી અન્‍વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમીક શળાઓમાં રપ% લેખે ધોરણ ૧માં નબળા અને વંચિત જુથના બાળકોને પ્રવેશ આપવા માટે ગુજરાતમાં સઘન પ્રયત્‍નો હાથ ધરવામાં આવ્‍યા હતા રાજય સરકારના પ્રયાસોથી વાલીઓમાં જાગૃતિ આવતા શૈક્ષણીક વર્ષ ર૦રર-ર૩ રાજયની કુલ ૯૯પપ જેટલી બિનઅનુદાનિત પ્રાથમીક શાળામાં જુદા જુદા માધ્‍યમમાં કુલ ૭૧.૩૯૬ જેટલી જગ્‍યાઓ આરટીઇ હેઠળ ઉપલબ્‍ધ હતી. જે પૈકી વિદ્યાર્થીઓની પસંદગી અને ૬ કીમીની ત્રિજયાના વિસ્‍તારમાં ઉપલબ્‍ધ શાળાઓમાં નિયમોને ધ્‍યાનમાં લઇ અત્‍યાર સુધીમાં ત્રણ રાઉન્‍ડ બહાર પાડવામાં આવેલ છે જે અન્‍વયે અત્‍યાર સુધીમાં ત્રણેય રાઉન્‍ડના અંતે એકંદર કુલ ૬૪,૦૪ર જેટલા વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં રૂબરૂ જઇ પ્રવેશ નિયત કરાવેલ હતો.

આરટીએ પ્રવેશ પ્રક્રિયાના ત્રણેય રાઉન્‍ડ બાદ ખાલી રહેવા પામેલ ૭૩પ૪ જગ્‍યાઓ પર આરટીઇ પ્રવેશ પ્રક્રિયાના વધુને વધુ નબળા અને વંચિત જુથના બાળકોને પ્રવેશ મળી રહે તે હેતુથી ચોથા રાઉન્‍ડની કાર્યવાહી અંતર્ગત જે વિદ્યાર્થીઓ પ્રથમ, બીજા કે ત્રીજા રાઉન્‍ડમાં પ્રવેશ મળેલ નથી માત્ર તેવા વિદ્યાર્થીઓને આરટીઇ હેઠળ કરેલ અરજીમાં પસંદ કરેલ શાળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય એટલે કે ખાલી જગ્‍યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓએ તા. ૧૯/૬/ રવિવારથી તા.ર૧ મંગળવાર સુધીમાં આરટીઇ ના વેબપોર્ટલ htto:// rte.orpgujartpm પર જઇ શાળાઓની પુનઃ પસંદગીના મેનુ પર કિલક કરવાનું રહેશે. ત્‍યારબાદ એપ્‍લીકેશન નંબર અને જન્‍મ તારીખની મદદથી લોંગ ઇન કરી શાળાઓની પુનઃ પસંદગી કરવાની રહેશે.

શાળાઓની પુનઃ પસંદગી વખતે પોતાની પસંદગીના ક્રમ મુજબની શાળાઓ પસંદ કરવાની રહેશે ત્‍યારબાદસબમીટ બટન પર કિલક કરી પ્રિન્‍ટ મેળવી પોતાની પાસે રાખવાની રહેશે. આ પ્રિન્‍ટની નકલ રિસિવિંગ સેન્‍ટર પર જમા કરાવાની નથી. શાળાઓની પુનઃ પસંદગી બાબતે કોઇ મુશ્‍કેલી જણાય તો તમારા અરજી પત્રકમાં દર્શાવેલ જિલ્લા હેલ્‍પલાઇન નંબર પર સંપર્ક કરવાનો રહેશે જે વિદ્યાર્થીઓ શાળાઓની પુનઃ પસંદગી કરવા ન માંગતા હોય તો તેઓ દ્વારા અગાઉ પસંદ કરેલ શળાઓને માન્‍ય રાખી નિયમાનુસાર ચોથા રાઉન્‍ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ સંયુકત શિક્ષણ નિયામક જણાવે છે.

(3:38 pm IST)