Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

GPSC તથા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ કેડરની ૧૬૬૧ જગ્‍યાઓ ભરાશે

૩૦ જૂન સુધીમાં https://ojas.gujarat.gov.in ઉપર ઓનલાઇન અરજી કરી શકાશે : સિવિલ એન્‍જીનીયર્સ, નર્સિંગ ઓફીસર/ પ્રિન્‍સીપાલ, માર્ગ અને મકાન વિભાગના મેનેજર, સંશોધન અધિકારી ભૂસ્‍તરશાષાી, નાયબ નિયામક, રેડીયોલોજીસ્‍ટર ટી.બી. એન્‍ડ ચેસ્‍ટ સ્‍પેશ્‍યાલીસ્‍ટ વિગેરેની વર્ગ-૧ અને વર્ગ-૨ તરીકે ભરતી : બાળ વિકાસ યોજના અધિકારી, વર્ગ-૨ તરીકે માત્ર મહિલાઓ જ અરજી કરી શકશે : વર્ગ-૩માં ગુજરાતી અને અંગ્રેજી સ્‍ટેનોગ્રાફર, જુનિયર સાયન્‍ટીફીક આસીસ્‍ટન્‍ટ, મ્‍યુનિસિપલ ઇજનેર, સિવિલ એન્‍જીનીયર, રેખનકાર, વર્ક આસીસ્‍ટન્‍ટ, વિદ્યુત શુલ્‍ક નિરીક્ષક, મદદનીશ ગ્રંથપાલ સહિતની પોસ્‍ટસ માટે નોકરી ઉપલબ્‍ધ : પીજીવીસીએલ તથા પ્રાઇવેટ યુનિવર્સિટીઓ દ્વારા પણ વિવિધ પોસ્‍ટસ ઉપર રોજગારીની તક

રાજકોટ,તા. ૨૦ : જ્ઞાન, માહિતી, ટેકનોલોજી અને ઉચ્‍ચ -ઉપયોગી શિક્ષણના આજના યુગમાં સતા સાથે સેવા કરવાનો અને સન્‍માન મેળવવાનો મોકો આપતી સરકારી નોકરી મેળવવા આજનું યુવાધન તલપાપડ હોય છે. જીવનોપયોગી શિક્ષણ મેળવીને કે પછી શિક્ષણ મેળવવાની સાથે -સાથે જ સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓની તૈયારી શરૂ કરીને નોકરી મેળવવાના પ્રયત્‍નો આજનું યુવાધન શરૂ કરી દેતુ હોવાનું જોવા મળે છે.

હાલમાં ગુજરાત પબ્‍લિક સર્વિસ કમિશન (GPSC) તથા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અલગ અલગ કેડરની કુલ ૧૬૬૧ જગ્‍યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં (GPSC) વર્ગ-૧ અને ૨ની વિવિધ જગ્‍યાઓ માટે તા. ૩૦/૬/૨૦૨૨ (બપોરે એક વાગ્‍યા સુધીમાં) સુધીમાં https://gpsc.gujarat.gov.in) અને https://gpsc ojas.gujarat.gov.in ઉપર જઇને ઓનલાઇન અરજી કરી શકાશે જગ્‍યાઓ-ભરતી વિશેની તમામ અગત્‍યની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, પગાર ધોરણ, ઉંમરમાં છૂટછાટ, અરજી ફી ઓનલાઇન અરજી કરવાની રીત સહિતની જાહેરાતની તમામ જોગવાઇઓ પણ ઉપરોકત બંને વેબસાઇટ્‍સ ઉપર જોઇ શકાશે. અરજી કરવા માટે છેલ્લી તારીખની રાહ જોયા વગર વહેલી તકે ઓનલાઇન અરજી કન્‍ફર્મ કરાવીને કન્‍ફર્મેનશન નંબર મેળવી લેવા પણ આયોગ દ્વારા જણાવવામાં આવ્‍યુ છે. ઓનલાઇન અરજીપત્રક ભરી કન્‍ફર્મેશન નંબર મેળવવો ફરજીયાત છે.

GPSC દ્વારા વર્ગ-૧ અને ૨ની કુલ ૨૧૫ જગ્‍યાઓ ભરાશે .જેમાં ટી.બી. એન્‍ડ ચેસ્‍ટ સ્‍પેશ્‍યાલીસ્‍ટ, રેડીયોલોજીસ્‍ટ, મહિલા અને બાળ અધિકારી/ નાયબ નિયામક, બાળ વિકાસ યોજના અધિકારી, નર્સિંગ ઓફીસર/ પ્રિન્‍સીપાલ, મદદનીશ ઇજનેર (સિવિલ), માર્ગ અને મકાન વિભાગમાં મેનેજર, સંશોધન અધિકારી ભૂસ્‍તરશાષાી વિગેરેનો સમાવેશ થાય છે. આ ભરતીમાં બાળ વિકાસ યોજના અધિકારી વર્ગ-૨ની ૬૯ જગ્‍યાઓ માટે માત્ર મહિલા ઉમેદવારો જ અરજી કરી શકશે. વિવિધ કેટેગરીમાં આવતી અનામત જગ્‍યાઓને ઉલ્લેખ પણ વેબસાઇટ ઉપર વિગતવાર જોઇ શકાશે.

* ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વર્ગ-૩ની વિવિધ પોસ્‍ટ-કેડર માટે કુલ ૧૪૪૬ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. જેમાં તારીખ ૩૦/૬/૨૦૨૨ સુધીમાં રાત્રે (૧૧:૫૯ વાગ્‍યા સુધી) https://ojas.gujarat.gov.in ઉપર ઓનલાઇન અરજી કરી શકાય છે. આ ઉપરાંત જાહેરાત ભરતી વિશેની તમામ માહિતી ઉપરોકત વેબસાઇટ સિવાય https://gsssb.gujarat.gov.in ઉપર પણ વિગતવાર જોઇ શકાય છે. વર્ગ-૩ની તમામ જગ્‍યાએ માટે પોસ્‍ટ ઓફીસમાં ફી ભરવા માટેની છેલ્લી તારીખ ૫-૭-૨૦૨૨ (બપોર ૩ વાગ્‍યા સુધી )રાખેલ છે.

જાહેરાતમાં દર્શાવેલ જગ્‍યાઓની સંખ્‍યામાં વધઘટ થવાની શકયતા પણ રહેલી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરવામાં આવનાર જગ્‍યાઓમાં ગુજરાતી અને અંગ્રેજી સ્‍ટેનોગ્રાફર (ગ્રેડ ર અને ૩), જેઓને સચિવાલય વિભાગો-ખાતાના વડાઓ વિગેરે સંદર્ભે ફરજ બજાવવાની થશે. ઉપરાંત જુનીયર સાયન્‍ટીફીક આસીસ્‍ટન્‍ટ (ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્‍થા, વડોદરા) મ્‍યુનિસિપલ ઇજનેર (ગાંધીનગર), અધિક મદદનીશ સિવિલ એન્‍જીનીયર (નર્મદા જળસંપતિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ) રેખનકાર (માર્ગ અને મકાન વિભાગ) વર્ક આસીસ્‍ટન્‍ટ (માર્ગ અને મકાન વિભાગ), વિદ્યુશૂલ્‍ક નિરીક્ષક (ગાંધીનગર) મદદનીશ ગ્રંથપાલ (ગાંધીનગર) સહિતની વિવિધ જગ્‍યાઓ ઉપર રોજગારીની તકો ઉપલબ્‍ધ બનશે. વિવિધ કેટેગરીમાં અનામત સહિતની તમામ વિગતો વેબસાઇટ ઉપર ઉપલબ્‍ધ છે.

મિ ગુજરાત વીજ કંપની (પીજીવીસીએલ) હેઠળની વર્તુળ કચેરીઓમાં એપ્રેન્‍ટીસ લાઇનમેન (તાલીમાર્થી)ની જગ્‍યાઓ ભરવા માટેની વિગતવાર જાહેરાત કંપનીની વેબસાઇટ  www.pgvcl.com ઉપર મુકવામાં આવી છે.

ડો. સુભાષ યુનિવર્સિટી ખામધ્રોળ રોડ, જુનાગઢ (ફોન - ૦ર૮પ -ર૬૧૦૦પપ) દ્વારા રજીસ્‍ટ્રાર, કંટ્રોલર ઓફ એકઝામીનેશન આઇકયુએસી હેડ, ટ્રેનિંગ એન્‍ડ પ્‍લેસમેન્‍ટ ઓફિસર, એચ.આર.મેનેજર લીગલ ઓફિસર, પર્સનલ આસીસ્‍ટન્‍ટ, આસીસ્‍ટન્‍ટ રજીસ્‍ટ્રાર, મદદનીશ પરીક્ષા નિયામક, ચીફ એકાઉન્‍ટ ઓફિસર, પબ્‍લિક રીલેશનશીપ ઓફિસર, માર્કેટીંગ એકઝીકયુટીવ, કેમ્‍પસ મેનેજર, ગ્રાફીક ડીઝાઇનર વિગેરેની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. રજીસ્‍ટર્ડ પોસ્‍ટ અથવા સ્‍પીડ પોસ્‍ટ દ્વારા અરજી કરી શકાય છે.  hr@dsuni.ac.in ઉપર મેઇલ પણ કરી શકાય છે.

પારૂલ યુનિવર્સિટી, વાઘોડીયા, વડોદરા, ગુજરાત ૩૯૧૭૬૦ દ્વારા કમ્‍પ્‍યુટર સાયન્‍સ એન્‍જીનીયરીંગ, ઇન્‍ફર્મેશન ટેકનોલોજી, બેચલર ઓફ કમ્‍પ્‍યુટર એપ્‍લીકેશન અને માસ્‍ટર ઓફ કમ્‍પ્‍યુટર એપ્‍લીકેશન સ્‍ટ્રીમ માટે પ્રોફેસર, એસોસીએટ અને આસીસ્‍ટન્‍ટ પ્રોફેસર તથા લેકચરરની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. (મો.નં.૯૪ર૦૪ ૭ર૯૪પ) www.parul university.ac.in મેઇલ દ્વારા પણ અરજી કરી શકાય છે.

recruitment.cseit@ paruluniversity.ac.in ઉચ્‍ચ કારકિર્દી અને સોનેરી ભવિષ્‍ય આપતી ઘણી બધી નોકરીઓ હાલમાં ઉપલબ્‍ધ છે ત્‍યારે યોગ્‍ય લાયકાત સચોટ માર્ગદર્શન સ્‍વપ્રયત્‍ન, આત્‍મવિશ્વાસ, હકારાત્‍મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છુટવાની તમન્‍ના તથા ઇશવરમાં શ્રધ્‍ધા રાખીને મહેનત કરવા તુટી પડો - મંડી પડો સાચી નીતીથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને બેસ્‍ટ ઓફ લક

(કોઇપણ જગ્‍યાએ નોકરી માટે અરજી કરતા પહેલા ભરતી વિશેની તમામ માહિતી અને અપડેટસ સહિતની લેટેસ્‍ટ ઇન્‍ફર્મેશન વેબસાઇટ દ્વારા ફોન  દ્વારા રૂબરૂ કે પછી અન્‍ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવી હિતાવહ છે.)

(4:51 pm IST)