Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

અગ્નિપથ યોજનાને લઇને આજે ભારત બંધનું એલાન કરાતા સુરત-અમદાવાદમાં પોલીસને એલર્ટ કરાઇ

બિહાર સહિત વિવિધ રાજ્‍યોમાં ચાલતા આંદોલનને કારણે ગુજરાતમાં કેટલીક ટ્રેનો રદ્દ કરવાની ફરજ પડી

અમદાવાદઃ કેન્‍દ્ર સરકારની અગ્નિપથ યોજનાને લઇ દેશના ઘણા શહેરોમાં આંદોલનો અને વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે ત્‍યારે ગુજરાતના સુરત અને અમદાવાદ જેવા શહેરો પ્રભાવિત થતા પોલીસની ખાસ ટીમો ટીયર ગેસના સેલ, રસી તથા ગન સાથે સ્‍ટેન્‍ડ ટુ રખાઇ છે. બિહાર સહિતના રાજ્‍યોમાં ચાલતા આંદોલનને કારણે રેલ સેવાને અસર થઇ છે. ગુજરાતમાં કેટલીક ટ્રેનો રદ કરાઇ છે.

કેન્દ્ર સરકારે હાલમાં જ સેનાની ત્રણેય પાંખોમાં 4 વર્ષ માટે કોન્ટ્રાક્ટ બેજ્ડ ભરતીની જાહેરાત કરી છે. જેને પગલે વિવિધ રાજ્યોમાં આંદોલન અને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી રહી છે. ખાસ કરીને અમદાવાદ અને સુરત જેવા રાજ્યના મોટા શહેરોમાં આ અગ્નિપથ આંદોલનની અસર જોવા મળી રહી છે.

બિહાર સહિતના ચાલતા આંદોલનને કારણે અમદાવાદથી બિહાર વચ્ચેની રેલ સેવાને પણ અસર પહોંચી છે. અગ્નિપથના આંદોલનને કારણે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. જેને કારણે પરિવહન સેવાને માઠી અસર પહોંચી છે. ખાસ કરીને અમદાવાદ અને સુરત સહિત ગુજરાત ભારતમાં રહેતાં ઉત્તર ભારતીયોને પોતાના વતન જવામાં અગવળતા ઉભી થઈ છે. પશ્ચિમ રેલવેની 8 ટ્રેનો દિવસભર બંધ રહેતાં મુસાફરો અટવાયા હતાં. ઘણાં મુસાફરોને ટ્રેન બંધ હોવાથી વધુ ભાડું ચુકવીને ટ્રાવેલ્સમાં મુસાફરી કરવાની ફરજ પડી હતી.  જેથી મુસાફરોને રેલવે સ્ટેશન પર જઈને ધક્કો ખાવાનો વારો ન આવે...અગ્નિપથ મુદ્દે થઈ રહેલાં ઉગ્ર આંદોલનને પગલે ખાસ કરીને અમદાવાદથી બિહાર જતી પટના એક્સપ્રેસ, દરભંગા એક્સપ્રેસ અને બરૌની એક્સપ્રેસને રદ કરવાની ફરજ પડી છે. અહીં 19 જૂનથી 22 જૂન સુધી બિહાર રૂટની રદ્દ કરાયેલી ટ્રેનોની યાદી પણ આપવામાં આવી છે.

અમદાવાદથી બિહાર જતી આ ટ્રેનોને રદ કરાઈઃ

19 જૂને જનારી અમદાવાદ પટના એક્સપ્રેસ અને અમદાવાદ દરભંગા એક્સપ્રેસ ટ્રેન

20 જૂને જનારી અમદાવાદ બરૌની એક્સપ્રેસ ટ્રેન

21 જૂને જનારી પટના અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન

22 જૂને બરૌની એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી

આ શહેરમાં પોલીસની ખાસ ટિમ તૈયાર રખાઈ:

ઉલ્લેખનીય છેકે, અગ્નિપથ યોજનાને લઈ આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે આંદોલનની ઉગ્રતા જોઈને ગૃહ વિભાગ પણ સાવચેતીના પગલાં લઈ રહ્યું છે. ખાસ કરીને સુરત શહેરમાં કોઈ અનઈચ્છનિય બનાવ ન બને તે આશયથી પોલીસની વિવિધ ટિમો બનવવામાં આવી છે. 39 પોલીસ કર્મચારીઓની ટિમ તૈયાર કરવામાં આવી છે. આંદોલની અસરને જોતા જે વિસ્તારોમાં ફોર્સની જરૂર જણાશે ત્યાં પોલીસની ખાસ ટિમને ડિપ્લોય કરવામાં આવશે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા પોલીસ તંત્ર દ્વારા ટીયર ગેસના સેલ, રસ્સી તથા ગન સાથે ટિમ સજ્જ કરી દેવામાં આવી છે.

(5:41 pm IST)