Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

અમદાવાદમાં ગુનાહિત પ્રવૃતિને અંજામ આપવાની ફિરાકમાં રહેલ ત્રણ લુખ્‍ખા તત્‍વો ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપાયા

પોલીસ પકડથી નાસવાનો પ્રયાસ કરનાર 14 જેટલા ગુનામાં સંડોવાયેલ ધમા બારટને પણ પોલીસે ઝડપી પાડયો : આરોપીઓ પાસેથી કુલ 2 પીસ્‍તોલ, 4 જીવતા કાર્તિઝ અને 3 તલવારો જપ્‍ત કરાઈ

અમદાવાદઃ અમદાવાદમાં રથયાત્રા પુર્વે કુખ્‍યાત આરોપી ધર્મેન્‍દ્રસિંહ બારડ તેના સાગરીતો સાથે ગેરકાયદેસર હથીયાર લઈ કોઈ ગુનાહિત પ્રવૃતિને અંજામ આપવાની ફિરાકમાં હોવાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચને બાતમી મળી હતી. જે બાતમીનાં આધારે પોલીસે બે અલગ-અલગ સ્‍થળો પર વોચ ગોઠવી બે આરોપી ધરપકડ કરી હતી. પરંતુ તે સમયે મુખ્‍ય આરોપી ધમો સ્‍થળ પરથી ભાગવામાં સફળ રહ્‍યો હતો. જોકે પોલીસે આરોપી ધમાને ગણતરીની કલાકોમાં જ દબોચી લીધો હતો.

રથયાત્રા પહેલા પિસ્તલ, તલવાર, કાર્તિઝ સાથે 2 આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધમો બારડ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈને ભાગવામાં સફળ થયો હતો. જો કે ક્રાઇમબ્રાંચે ગણત્રીના કલાકોમાં જ તેને પણ ઝડપી લીધો હતો. તમામ આરોપીઓ વિરુદ્ધ ક્રાઇમબ્રાંચે કાર્યવાહી આરંભી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, હત્યા, ધાડ અને લૂંટ જેવા ગુનામાં સંડોવાયેલ નરોડાનો કુખ્યાત આરોપી ધર્મેન્દ્ર સિંહ બારડના સાગરીતો સાથે સ્કોર્પિયો અને સ્વીફ્ટ કારમા હથિયારો સાથે કોઈ ગુનાહિત પ્રવુતિને અંજામ આપવાની ફિરાકમાં છે. જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે અલગ અલગ સ્થળે વોચ ગોઢવીને સુનિલ મારવાડી અને અંકિત શર્મા નામના આરોપીની ધરપકડ કરી છે. જો કે મુખ્ય આરોપી ધર્મેન્દ્ર બારડ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈને ભાગ્યો હતો પરંતુ આખરે તેને પણ ક્રાઇમબ્રાંચે ઝડપી લીધો હતો. ધમા બારડ વિરુદ્ધ 14 જેટલા ગુના અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે.

પકડાયેલ આરોપીઓ સુનિલ મારવાડી અને અંકિત શર્મા પાસેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે 2 પીસ્ટલ, 4 જીવતા કાર્તિઝ, 3 તલવારો જપ્ત કરી છે. જોકે આરોપીઓ આ હથિયાર ક્યાંથી લાવ્યા હતા અને શેના માટે લાવ્યા હતા તેની પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કરી રહી છે. સાથે જ મુખ્ય આરોપી ધમા બારડને પકડીને પુછપરછ કરવામાં આવે તો વધારે ચોંકાવનારા ખુલાસાઓ થઇ શકે છે.

(5:49 pm IST)