Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

દાંતીવાડા તાલુકાના ઝાત ગામે ખનીજ ચોરીમાં પોલીસે 70 લાખનો મુદામાલ જપ્ત કર્યો

બનાસકાંઠા: જિલ્લામાં આવેલ દાંતીવાડાના ઝાત ગામે આવેલી સિપુ નદી વિસ્તારમાં ગેરકાયદેસર ખનનની જાણ થતાં જિલ્લા ભૂસ્તર તંત્રની ટીમે રાત્રીમાં સમયે ઓચિંતો છાપો મારી ત્રણ વાહનો જપ્તે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર તંત્રની ટીમે બાતમીના આધારે દાંતીવાડાના ઝાત ગામે રાત્રીના સમયે સિપુ નદીના પટ્ટમાં દોડધામ આરંભી હતી. અહીંના બ્રીજ નીચે ગેરકાયદેસર ખનન કરતા એક લોડર અને એક ડમ્પરને ઝડપી લેવામાં આવ્યું હતું. પાંથાવાડા વિસ્તારમાં રોયલ્ટી પાસ કરતાં વધુ બિન અધિકૃત રીતે બિલ્ડીંગ સ્ટોન ખનીજ વહન કરતા બે ડમ્પર અને લોડર સીઝ કરી રૂપિયા ૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

(6:32 pm IST)