Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

વડગામ તાલુકાના છાપી ગામે ઓચિંતાનો પોલીસે દરોડો પાડી ખેતરની ઓરડીમાંથી 87 બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડયો

વડગામ: તાલુકાના છાપી ખાતે પોલીસે દરોડો પાડી ખેતરની ઓરડીમાંથી વિદેશી દારૃની ૮૭ બોટલો ઝડપી લીધી હતી. પરંતુ બુટલેગર પોલીસના હાથ લાગ્યો ન હતો.

છાપી ની હદમા આવેલ રૃપાલ ગામ ના એક ખેતરની ઓરડીમાં વિપુલસિંહ જશવંતસિંહ રાઠોડ નામનો શખ્સ વિદેશી દારૃ રાખી ધમધોકાર વેપલો કરી રહ્યો હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે ઓરડીમાં તપાસ કરતાં  તેમાંથી વિવિધ માર્કા ની કિ.રૃ.૯૮૨૫ની વિદેશી દારૃ ની કુલ બોટલ નંગ ૮૭  મળી આવી હતી. પરંતુ વિપુલસિંહ જશવંતસિંહ રાઠોડ રહે. રૃપાલ તા.વડગામ મૂળ રહે. મહેમદપુર સ્થળ ઉપર મળી આવેલ ન હતો. જેથી પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(6:33 pm IST)