Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ગાંધીનગર:ડ્રાઈવરની ઉંઘનો લાભ લઇ તસ્કરો પાર્ક કરેલ જેસીબી ચોરી છૂમંતર.....

ગાંધીનગર :  ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વાહનચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે તાજેતરમાં જેસીબી ચોરી થયાનો કિસ્સો સામે આવ્યો છે. ઝુંડાલ પાસે ગટરલાઇન માટે ખોદકામ કરી રહેલો ડ્રાઇવર જેસીબીને રોડ સાઇડ પર પાર્ક કરીને સુઇ ગયો હતો અને ચોર આ જેસીબી ઉઠાવીને પલાયન થઇ ગયા હતા.બનાવ અંગે અડાલજ પોલીસમાં ૧૮ લાખના જેસીબી મશીનના ચોરીની ફરિયાદ નોંધાઇ છે.

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, મહેસાણામાં રહેતા નરેશભાઇ વણઝારા કે જે માટીકામનો વ્યવસાય કરે છે તેમને એક જેસીબી નંબર જીજે.૦૨.બીએસ.૧૬૯૫ ખરીદયું હતું અને ઝુંડાલથી તપોવન સર્કલ પાસે ખોદકામ આ જેસીબી દ્વારા ડ્રાઇવર સુર્યકુમાર સાહુ મારફતે કરવામાં આવતું હતુ.શુક્રવારે મોડી રાત્રે જેસીબીની કામગીરી પુર્ણ થયા બાદ ડ્રાઇવર સુર્યકુમાર જેસીબી મશીન રોડ સાઇડમાં પાર્ક કરીને સુઇ ગયા હતા. સવારે ઉઠને સુર્યકુમારે જોયું તો ત્યાં જેસીબી મશીન ન હતું. તેથી જેસીબીના માલીક નરેશભાઇએ અડાલજ પોલીસે ૧૮ લાખના જેસીબી મશીનની ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે જેના પગલે પોલીસે પણ આ વિસ્તારના સીસીટીવી તપાસીને જેસીબી મશીન ચોરનાર ચોરને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

(6:34 pm IST)