Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

અમદાવાદની શિક્ષિકાને પ્રેમસંબંધમાં જાનથી મારી નાખવાની ધમકી આપનાર પ્રેમી વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: જુહાપુરાની ઈંગ્લિશ મીડીયમ સ્કૂલની શિક્ષિકાને શખ્સે જાનથી મારવાની ધમકી આપ્યાની ફરિયાદ રવિવારે રાત્રે નોંધાઈ છે. "તું મારી નહિ તો કોઈની નહી થવા દઉં " તેમ કહી આરોપીએ ધમકી આપી હતી. શિક્ષિકાને આરોપી સાથે પ્રેમ સબંધ હતો જોકે, આરોપીની ચાલચલગત સારી ના લાગતા મહિલાએ સબંધ કાપી નાખ્યો હતો. જુહાપુરામાં રહેતી અને શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી મહિલાને આરોપી સાદિક અજમેરી વિરૂધ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. આરોપી સાદિક સાથે પરિચય બાદ મહિલાને તેની સાથે પ્રેમ થયો હતો. સાદિકની ચાલચાલગત યોગ્ય ના લાગતા મહિલાએ તેની સાથે બોલવાનું બંધ કર્યું હતું. શનિવારે સવારે સાદિકએ શાળાએ જતી મહિલા પાસે પહોંચી તું મારી સાથે વાત કેમ નથી કરતી તેવો સવાલ કર્યો હતો. મહિલાએ તમે અન્ય સ્ત્રીઓ સાથે વાતચીત કરો છો માટે હું તમારી જોડે વાત કરતી નથી. સાદિકે ઉશ્કેરાઈ અપશબ્દો બોલવાનું શરૂ કરી મહિલાને થપ્પડ મારી દીધી હતી. આરોપીએ મહિલાને જાનથી મારવાની ધમકી આપતા હેબતાઈ ગયેલી મહિલા શાળાએ જતી રહી અને પોતાના ભાઈને બનાવ અંગે વાત કરી હતી. પોલીસે મહિલાની ફરિયાદ આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

(6:37 pm IST)