Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

અમદાવાદના બાપુનગરમાં ફરવા ગયેલ દંપતીના ઘરને નિશાન બનાવી તસ્કરો 3 લાખની મતાની તસ્કરી કરતા પોલીસ ફરિયાદ

અમદાવાદ: પૂર્વમાં તસ્કર અને લૂંટારુ ટોળકી બેફામ બની લૂંટ અને ચોરીની ઘટનાને અંજામ આપી રહી છે, બાપુનગરમાં વૃધ્ધ દંપતિ ફરવા ગયું અને મકાનના તાળા તોડીને તસ્કરો રૃા. ૩ લાખની મત્તાની ચોરી કરીને નાસી ગયા હતા. આ બનાવ અંગે બાપુનગર પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવની વિગત એવી છે કે બાપુનગર વિસ્તારમાં ચન્દ્ર પ્રાસદ દેસાઇ હોલ સામે ન્યું અરવિંદ પાર્ક સોસાયટીમાં રહેતા અને બાપુનગર ચાર રસ્તા ઉપર ભગવતી ટ્રેડિંગ કંપનીના નામે દુકાન ધરાવીને વ્યવસાય કરતા બાલકૃષ્ણ પ્રભુદાસ પારેખ (ઉ.વ.૬૪)એ બાપુનગર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યકિત સામે ફરિયાદ નોંધાવી છે કે  ફરિયાદી અને તેમના પત્ની બન્ને તા.૧૪ના રોજ  ઉજ્જેન ફરવા માટે ગયા હતા. જો કે તેમના નોકરી કરતા યુવકને તેમના ઘરે સૂવા જવા માટેનું કહીને ગયા હતા. ગઇકાલે શુક્રવારે સવારે બહાર ગામથી ફરીને દંપતિ ઘરે પરત આવ્યા ત્યારે મકાનન તાળા તોડીને અંદર ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. મકાનમાં જઇને તપાસ કરતાં અજાણ્યા શખ્સ લોખંડની જાળીનો નકૂચો તોડીને મકાનમાં પ્રવેશ્યો હતો અનેબેડ રૃમના કબાટમાંથી રોકડા રૃપિયા ૪૦,૦૦૦  તથા સોનાના દાગીના મળી કુલ રૃા. ૩,૦૨,૫૦૦ન ી મત્તાની ચોરી કરીને આરોપી નાસી ગયો હતો. બાપુનગર પોલીસે તપાસ કરતાં ફરિયાદીને ત્યાં નોકરી કરતો યુવક મકાનમાં સૂઇને સવારે ગયો હતો અને રાતે આવીને જોયું તો મકાનમાં ચોરી થયેલી હતી જો કે તેની પાસે મોબાઇલ નહી હોવાથી ફોન કરી શક્યો ન હતો.  આ બનાવ અંગે બાપુનગર પોલીસે ચોરીનો ગુનો નોંધી આસપાસના વિસ્તારમાં લગાડેલા સીસીટીવી  કેમરાના ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

 

(6:38 pm IST)